ગુજરાતના પાંચ શહેરની નગર પાલિકાને મહાનગર પાલીકાની મંજૂરી મળી હોવાની વાત માં કોઈ તથ્ય કે સત્ય નથી:શહેરી વિકાસ અગ્ર સચિવ
સોશિયલ મીડિયામાં મોરબી સહિત પાંચ શહેરો ની નગરપાલિકા ને મહાનગરપાલિકાની મંજૂરી મળ્યા ના મેસેજ વાયરલ થઈ રહયા છે. જેમાં જણાવ્યું છે કે આ પ્રકારના મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહયા છે.જે મેસેજ માં કોઈ જ પ્રકારનું તથ્ય ન હોવાનું શહેરી વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
શુ લખ્યું છે વાયરલ થયેલ આ ફેક મેસેજ માં?નીચે વાંચો
ગઇકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં જુદા જુદા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ બેઠકમાં ગુજરાતમાં અન્ય મોટા શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન આપવાને ગુજરાત સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકાને અપગ્રેડ કરીને તેને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાંચ શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન મળતા અનેક ફાયદા મળી છે. ગુજરાતમાં હાલ આઠ મોટા શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે. ત્યારે હવે નવી પાંચ નગરપાલિકા ઉમેરાશે. એટલે ગુજરાતમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા ૧૩ થશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે 2010માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ને મંજૂરી અપાઈ હતી હતી. જે બાદ હવે ૧૩ વર્ષ બાદ નવા પાંચ શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાના પ્રસ્તાવ ને સૈદ્ધાંતીક મંજૂરી આપી દેવામાં આવી છે.