રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં ગેર કાયદેસર રીતે ચાલતી પ્રોહિબિશન જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સૂચનો કરેલ હોય જેને અનુલક્ષીને કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઈમ બ્રાંચની ટીમે હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા ૭ ઇસમોને રોકડા રૂપીયા ૫,૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલને મોરબી જીલ્લામાં ગેર કાયદેસર રીતે ચાલતી પ્રોહિબિશન જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા ઉચ્ચ અધિકારીઓ તરફથી સુચના મળતા તેઓના માર્ગદર્શન હેઠળ કે.જે.ચૌહાણ તથા એન.એચ. ચુડાસમા એલ.સી.બી. પી.આઇ. તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન તેઓને બાતમી મળેલ કે, આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ (રહે. સમલી, તા. હળવદ જિ. મોરબી) પોતાના કબ્જા ભોગવટા વાળી હળવદ તાલુકાના રણછોડગઢ ગામની ટોબંધ તરીકે ઓળખાતી સીમની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગેર અકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીને આધારે હળવદ તાલુકાના રણછોડગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં એલ.સી.બી. ટીમે રેઇડ કરતા આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ (રહે. સમલી તા. હળવદ જિ, મોરબી), કેતન રતિલાભાઇ પટેલ (રહે. પુટ, હરીનગર સોસાયટી, તા.જી, મોરબી), અશોકભાઇ નરભેરામભાઇ પટેલ (રહે. ઘૂંટ, હરીનગર સોસાયટી, તા.જી. મોરબી), જયદિપભાઇ મનજીભાઇ પટેલ (રહે. મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટી, તા.જી. મોરબી), કિશોરભાઇ રામજીભાઇ પટેલ (રહે. મહેન્દ્રગર, પટેલનગર સોસાયટી, તા.જી. મોરબી), હરેશભાઇ દામજીભાલ પટેલ (રહે. ઘેટુ, હરીનગર સોસાયટી, તા.જી. મોરબી) તથા જયંતિભાઇ હરદાસભાઇ પટેલ (રહે. ઘટ્ટ, હરીનગર સોસાયટી, તા.જી. મોરબી) નામના ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી રોકડ રૂ.૫,૨૦,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.