મોરબીમાં ગઇકાલે ભારે વરસાદ ને પગલે ખેડૂતો માં ખુશી જોવા મળી રહી છે અને મોરબી જિલ્લાના બે ડેમના દરવાજા પણ ખોલાયા છે.ત્યારે મોરબી શહેરના પોશ વિસ્તાર ગણાતા કેનાલ રોડ,અવની ચોકડી,આલાપ પાર્ક સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.જેને પગલે સામાન્ય જન જીવન ને અસર પડી છે.
જેમાં અવની ચોકડી ની વાત કરીએ દરેક ચોમાસા દરમિયાન અવની ચોકડી તેમજ આજુબાજુના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે જેને પગલે તો થોડા સમય પેહલા અવની ચોકડી ની આ સમસ્યા નિવારણ કરવા માટે નુ હજુ સુધી કામ શરૂ ન થતાં અંતે અવની ચોકડી આજુબાજુના રહેવાસીઓ ને એ જ તકલીફ વેઠવાનો વારો આવ્યો છે.જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મોરબીના આલાપ પાર્કમાં પણ વરસાદી પાણી ફરી વળતા પોશ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે.જેને લઇને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આલાપ પાર્કની બાજુમાં આવેલ ખેતરમાં કોઈએ ફરતો વંડો વારી દીધેલ છે.આ વંડાની અંદર આલાપ પાર્ક જમીન પર અનધિકૃત રીતે દબાણ કરેલ છે. અને સુપર આલાપ વિસ્તારમાં આજે રાત્રે થયેલ વરસાદના કારણે વરસાદી પાણીના નિકાલ માટેનો વોંકળો બુરી દીધો હોય પરીણામેં સુપર આલાપ વિસ્તારમાં ચોંમાંસામાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને એ વિસ્તારમાં જવા માટેના મુખ્ય માર્ગમાં ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે તો આલાપ પાર્ક સોસાયટીના રહીશોની લાગણી અને માંગણીને સુપર આલાપનું થયેલ દબાણ વંડો દૂર કરી પાણીનો નિકાલ સુનિચિત કરવા માટે રજુઆત કરેલ છે.ચોમાસા અગાઉ આલાપ પાર્કના રહીશોએ અનેક જગ્યાએ રજુઆત કરી હતી છતાં આજ દિન સુધી કોઈ પગલાં ભરવામાં આવેલ ન હોય આ સ્થિતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.