હોટેલ, ગેસ્ટહાઉસ અને ધર્મશાળાઓમાં આવતા ગ્રાહકોની રજિસ્ટરમાં એન્ટ્રી ફરજિયાત છે. તેમજ મોરબી જિલ્લામાં સંચાલકોએ પોલીસ દ્વારા તૈયાર કરાયેલા PATHIK (પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટલ ઈન્ફોર્મેટીક) સોફટવેર પર પણ મુસાફરોની એન્ટ્રી કરવાની હોય છે. આ માટે મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું હતું. જે જાહેરનામાનો ઉલ્લંઘન કરતા મોરબીના મંગલ ભુવન રેસ્ટ હાઉસના મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મંગલ ભુવન રેસ્ટ હાઉસના મેનેજર હિતેન્દ્રભાઇ મણીલાલ જોશી (રહે. મોરબી મંગલ ભુવન રેસ્ટ હાઉસમાં સ્ટેશન રોડ જી.મોરબી)એ હોટલમા પથીક સોફટવેરનો ઉપયોગ કરેલ નથી તેમજ પોતાની હોટલમાં આવેલ સાત મુસાફરોની એન્ટ્રી કરેલ ન હોય જેથી હિતેન્દ્રભાઇએ મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ તા.૨૩/૦૫/૨૦૨૩થી ૬૦ દિવસ સુધી અમલમા હોય તેનો ભંગ કરતા પોલીસે મંગલ ભુવન રેસ્ટ હાઉસના મેનેજર હિતેન્દ્રભાઇ મણીલાલ જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.