શ્રી રામાનંદીચ સાધુની નાત – મોરબી દ્વારા ધોરણ 1 થી 9માં 80 %થી વધુ ગુણ મેળવેલ રામાનંદી સાધુ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટે સરસ્વતી સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માટે 80%થી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓને પોતાની માર્કશીટની નકલ આગામી 10-7-2023 સુધીમાં જમા કરાવવા અપીલ કરવામાં આવી છે.
શ્રી રામાનંદીચ સાધુની નાત – મોરબીના જણાવ્યા અનુસાર, રામાનંદી સાધુ સમાજ મોરબી માળીયા (મિ)ના રામાનંદી સાધુ સમાજના જ્ઞાતિ જનોને ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું હોવાથી ધોરણ 1 થી 9ના જે વિધાર્થીઓને 80 %થી વધુ ગુણ મેળવેલ હોય તથા ધોરણ 10 થી 12 ના વિધાર્થીને 75 % થી વધુ ગુણ મેળવેલ હોય તેવોએ માર્કશીટની પ્રામાણિક નકલ તારીખ 1-7-2023 થી 10-7-2023 સુધીમાં રામાનંદ ભવન મોરબી(ભુપત ભાઈ અગ્રાવત) (મો.નં :- 9825643742), હિતેષભાઇ બી. રામાવત (મોરબી) (મોં.નં :- 9426316904), રવિભાઈ સી. રામાનુજ (નાની વાવડી ) (મો.નં :- 7575047676), જીતેન્દ્રભાઈ રામાવત (શિવગંગા નાની વાવડી) (મો.નં :- 9979912775), પરેશભાઈ કે. રામાવત (રિલીફ નગર-96, મોરબી-2) (મોં.નં :- 8320271511) તથા હિતેશભાઈ ડી. રામાવત (મોં.નં. ૯૬૩૮૩ ૩૩૨૬૯)ના સંપર્કોમાં આવી રજુ કરવાની રહેશે. તેમજ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ આગામી તા. 30-7-2023 ને રવિવારના સવારના 9 કલાકે રામાનંદ ભવન રામઘાટે યોજવામાં આવશે. જે બાળકોએ માર્કશીટની નકલ જમા કરાવેલ હોય તે તમામ બાળકોએ વાલી સાથે ફરજીયાત હાજર રહેવા શ્રી રામાનંદીચ સાધુની નાત – મોરબી દ્વારા વિનંતી કરવામાં આવેલ છે.