Tuesday, November 19, 2024
HomeGujaratકચ્છમાં બિપરજોય વાવાઝોડામાં ફરજ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલ જવાનની જિંદગી બચાવનાર તબીબોનો આભાર...

કચ્છમાં બિપરજોય વાવાઝોડામાં ફરજ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલ જવાનની જિંદગી બચાવનાર તબીબોનો આભાર વ્યક્ત કરતી પશ્ચિમ કચ્છ પોલીસ

બિપરજોય વાવાઝોડા સામે ગુજરાતની જીત થઈ છે. કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પર 15 જૂનના સાંજે 6.30 કલાકથી બિપરજોય વાવાઝોડાની લેન્ડ ફોલ પ્રક્રિયા શરૂ થઈ હતી, જે રાત્રિના 12.30 વાગ્યા સુધી ચાલી હતી. જેમાં કચ્છ જિલ્લામાં ભારે નુકશાન સામે આવ્યું હતું. ત્યારે બિપરજોય વાવાઝોડામાં ફરજ પરકોડાયના એએસઆઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઇ તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે મહા મહેનતે તેનો જીવ બચાવ્યો હતો. જે બાદલ પશ્ચિમ કચ્છ પોલીસે ઈજાગ્રસ્ત જવાનની જિંદગી બચાવનાર તબીબો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ ત્યારે ભારે પવન અને ચાલુ વરસાદમાં કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાઈક પર જતા કોડાયપોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પરેશભાઈએ રોડ પર જાનવર આવી જતા તેને બચાવવા જતા બાઈક ઝાડ સાથે ભટકાયું હતું. જે અકસ્માતમાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. જેને લઇ ઈજાગ્રસ્ત પોલીસ જવાનને 108 મારફતે ભુજની કે.કે.પટેલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. ત્યારે તેઓને સારવારમાં લઈ જતી વેળાએ ઝીરો વિઝીબ્લીટીને કારણે 108 પણ થાંભલા સાથે અથડાતા બે કોન્સ્ટેબલને પણ ઈજાઓ પહોચી હતી. જો કે તેઓ વહેલી ટકે સ્વસ્થ થઈ જતા તેઓને રજા આપવામાં આવી હતી. ત્યારે 15 દિવસની સારવાર બાદ સ્વસ્થ થયેલા એએસઆઈને હોસ્પિટલમાંથી રજા અપાઈ તે સમયે પશ્ચિમ કચ્છ એસપી ડૉ.કરણરાજ વાઘેલા સીતના પોલીસ અધિકારીઓએ કે.કે.પટેલ હોસ્પીટલના તબીબો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!