Tuesday, November 19, 2024
HomeGujaratહળવદમાં ઝડપાયેલ લોખંડ ચોરી કૌભાંડ મામલે કચ્છના વેપારીએ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી

હળવદમાં ઝડપાયેલ લોખંડ ચોરી કૌભાંડ મામલે કચ્છના વેપારીએ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી

હળવદમાં થોડા દિવસ પેહલા એલસીબીએ દરોડો પાડીને ટ્રકમાંથી લોખંડ ના સળિયા ચોરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.જે બાબતે ટ્રક ના માલિક અને વેપારી એ ટ્રક ના ડ્રાઈવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગાંધીધામના સામખીયારી ખાતે રહેતા ચેતનકુમાર જગદીશભાઇ પટેલે પોતાના માલીકીની GJ-12-BY-2094 નંબરની ટ્રક ટ્રેઇલરમાં સામખીયારી ખાતે આવેલ ઇલેકટ્રોથર્મ ઇન્ડીયા લીમીટેડ નામના કારખાનામાંથી અલગ અલગ સાઇઝના લોખંડના સીલ બંધ રૂ.૨૦,૩૯,૫૩૧/-ની કિંમતના ૩૯.૪૨૦ મેટ્રીક ટન સળીયાનો માલ ભરાવી સ્વરૂપારામ અમરારામ (રહે. ખારીયાકીટા ભાનપુરા, તા.રામસર જી.બાડમેર (રાજસ્થાન)) નામના ડ્રાઇવર મારફતે સામખીયારીથી રવાના કરી સુરત સંગીની એસોસીએટ કારખાનામાં ખાલી કરવા રવાના કરેલ હોય જે આરોપી ટ્રક ટ્રેઇલરના ડ્રાઇવરે નિયત જગ્યાએ માલ નહી પહોચાડી અને રસ્તામાં પોતાના અંગત આર્થીક ફાયદા સારૂ ટ્રેઇલરમાં ભરેલ લોખંડના સીલ બંધ સળીયાના બન્ડલમાંથી લોખંડના સળીયાની ૦૨ ભારીઓ જેની અંદાજે રૂ.૮,૨૫૦/-ની કિંમતના આશરે ૧૫૦ કીલોના સળીયા કાઢી આર્થીક લાભ મેળવી ફરીયાદીના તમામ સળીયા ભરેલ ટ્રકને નિયત જગ્યાએ નહી પહોચાડી ફરીયાદી તથા માલ મંગાવનાર પાર્ટી સાથે છેતરપીંડી કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!