મોરબીના સિરામિક ઉદ્યોગમાં છેલ્લા કેટલાય સમયથી ગેસના ભાવ વધારાને ઉહાપોહ જોવા મળી રહ્યો છે. તેવામાં મોરબી સિરામિક ઉદ્યોગમા વપરાતા પ્રોપેન ગેસ અને એલપીજી ગેસમા ઈમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી છે. અને પણ ૨.૫૦% થી સીધી ૧૫% કરવામાં આવતા ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સિરામિક ઉદ્યોગમા પ્રોપેન ગેસ અને એલપીજી ગેસનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. જેનો ઈમ્પોર્ટ ડ્યુટી અત્યારસુધી ૨.૫૦% હતી. જેમાં ૧ જુલાઈથી કેન્દ્ર સરકાર દ્વારા અધધ ૧૨.૫૦% વઘારીને ૧૫% કરવામાં આવતા ઉદ્યોગકારોમાં ઉહાપોહ જોવા મળી રહ્યો છે. તેમજ આ વધારાને કારણે મહામહેનતે ઉભો થયેલ સિરામિક ઉદ્યોગ ફરી પડી પડશે તેમજ સીરામીક ઉઘોગ ઉપર આ વધારાની માઠી અસર થશે તેવું ઉદ્યોગકારોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, સિરામિક ઉદ્યોગમા નેચરલ ગેસ અને પ્રોપેન, એલપીજી ગેસ ઉત્પાદનમા ફ્યુલ તરીકે મોટા હિસ્સામાં વાપરવામાં આવે છે. જેમા નેચરલ ગેસના આંતરરાષ્ટ્રીય ભાવ પણ વઘુ હોવાથી અને પ્રોપેન એલપીજીમા ડ્યુટી વઘવાથી ઉઘોગકારોને વૈશ્વિક માર્કેટમા ટકી રહેવા એક માત્ર વિકલ્પ હતો. જે પણ હાલ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી સીરામીક ઉદ્યોગને હવે એક્ષપોર્ટ માર્કેટમાં ચીન સામે ટકી રહેવુ અઘરું થઇ ગયું છે.