બે અલગ અલગ જગ્યાએ સમુહ ભોજન બાદ ૪૦ થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગની અસર થતા અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા
વાંકાનેર તાલુકાના દલડી ગામ ખાતે આજે યોજાયેલ બે અલગ-અલગ જગ્યાએ સામાજિક પ્રસંગમાં ભોજન કર્યા બાદ 40 થી 50 લોકોને ફુડ પોઇઝનીંગની અસર થતા દોડધામ મચી ગઇ છે, જેમાં અસરગ્રસ્ત લોકોને વાંકાનેર વિસ્તારની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.
બનાવની મળતી વિગત અનુસાર વાંકાનેર તાલુકાના દલડી ગામ ખાતે આજે યોજાયેલ બે અલગ-અલગ ઝીયારત અને લોબાનના સામાજિક પ્રસંગ બાદ ભોજન સમારંભમાં ભોજન કર્યા બાદ 40 થી 50 જેટલા લોકોને ફુડ પોઇઝનીંગની અસર થતા દોડધામ મચી ગઇ છે, જેમાં હાલ તમામ અસરગ્રસ્તોને વાંકાનેરની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
હાલ તાત્કાલિક અસરથી વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરસીયા દ્વારા દલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ અસરગ્રસ્તો માટે સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ હાલ વાંકાનેરની સરકારી હોસ્પિટલ, કુંજ હોસ્પિટલ, મહિકા ગામે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં અસરગ્રસ્ત લોકોને ઉલટી સહિતની ફુડ પોઇઝનીંગની અસર દેખાઇ રહી છે અને તમામ ની પ્રાથમિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે.