Monday, November 18, 2024
HomeGujaratટંકારા નજીક લજાઈ ગામ ની સીમ માં ગોડાઉન ભાડે રાખી વિદેશી દારૂનું...

ટંકારા નજીક લજાઈ ગામ ની સીમ માં ગોડાઉન ભાડે રાખી વિદેશી દારૂનું કટીંગ કરતા છ રાજસ્થાની ઇસમોને 17 લાખના દારૂ સાથે પકડી પાડયા : કટીંગ કરે એ પહેલાં એલસીબી ત્રાટકી

ટંકારા નજીક લજાઈ ગામ ની સીમ માં ગોડાઉન ભાડે રાખી વિદેશી દારૂનું કટીંગ કરતા છ રાજસ્થાની ઇસમોને 17 લાખના દારૂ સાથે પકડી પાડયા : કટીંગ કરે એ પહેલાં એલસીબી ત્રાટકી

- Advertisement -
- Advertisement -

લજાઇ ગામની સીમમાં પ્લાસ્ટીક પ્લોટ ન-૨૮ વાળા ગોડાઉન માંથી ઇગ્લીશ નાની બોટલો નંગ-૪૨૮૪ કિ.રૂ.૧૦,૫૨,૬૬૦), વાહનો તથા અન્ય મુદામાલ મળી કુલ ૫. ૨૬,૭૪,૧૬૦/- ના મુદામાલ સાથે છ આરોપીઓને પકડી પાડયા : ગોડાઉન ભાડે રાખનાર આરોપીની શોધખોળ

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા સૂચનાના આધારે એલસીબી ડી એમ ઢોલ દ્વારા અપાયેલ સૂચના ના આધારે પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કૉડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી સ્ટાફના પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. વિક્રમભાઇ કુંગસયા ખાનગી રાહે હકિકત મળેલ કે ટંકારા તાલુકાના લજાઇ હમતીયા રોડ ઉપર લજાઇ ગામની સીમમાં આવેલ ઉંમા પ્લાસ્ટીક પ્લોટ નં-૮ વાળા ગોડાઉનમાં અમુક ઇસમો છે.આ રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી ગોડાઉન માં સ્ટોર કરી વાહનોમાં ભરી અલગ અલગ જગ્યાએ તેનું વેચાણ અને હેરાફેરી કરવાની પેરવી કરે છે અને હાલમાં તેઓની પ્રવૃત્તિ ચાલુ છે એવી ચોક્કસ હકિકત આધારે આ દરોડા પાડતા (૧) અનિલકુમાર ભાીયજી લીયાલ ઉ.વ. ૨૩ રહે ગીરધરોરા તા.ચિતલવાના જી.ગાંચીર (રાજસ્થાન), (૨) મુકેશકુમાર પુનમારામ જાગુ ઉ.વ.૨૭ રહે રાજીવનગર પુર ગામ તા.રાનીવાડા જા,માંગીર (રાજસ્થાન),(૩) ભવરલાલ મંગળાામ ઔડ ઉ.વ. ૨૦ રહે. દુઠવા ના ચિતલવાના સાૌર (રાજસ્થાન),(૪) પ્રવિણકુમાર બલવાનારામ ગોધરા ઉ.વ. ૨૧ રહે. કફમણ તા. ચોર (રાજસ્થાન),(૫) મોહનલાલ ઉનમાામ ગોદાર ઉ.વ. ૧૯ રહે. ડચણ તા.જી માચાર (રાજસ્થાન),(૬) ઓમપ્રકાશ હીરારામ ખીચડ ઉ.વ. ૨૨ ૨હે. દુવા તા.ચિતલવાના જી.સૌર (રાજસ્થાન) મળી આવ્યાં હતાં અને સ્થળ પરથી ગેરકાયદેસર રીતે વહેંચતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મેકડોવેલ્સ નંબર-૦૧ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ ની ઓટલો નંગ-૨૭૩ કિ.રૂ. ૧૨,૨૮,૫૦૦/-, રોયલ ચેલેન્જ હીસ્કીની ૭૫૦ એમ.એલ ની બોટલો નંગ-૧૦૦૮ કિરૂ. ૫,૨૪,૧૬૦/- કુલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 357 પેટી કિંમત રૂપિયા ૧૭,૫૨,૬૬૦/- કબજે કરેલ છે આ ઉપરાંત આ વિદેશી દારૂની હેરફેર કરવા માટે રાખવામાં આવેલ મહીન્ડા કંપની ની બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-03-BW-6043 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- , મારૂતી સુઝુકી કંપની ની કેરીટબ્રો ગાડી નંબર-GJ-25-U-3384 કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/, જુદી જેડીયુ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૯ કી.રૂ. ૩૧,૫૦૦/ અને રોકડા રૂપીયા-૧,૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨૬,૯૪,૧૬૦/- મુદામાલ કબ્જે કરેલ છે આ ઉપરાંત આ ગુનામાં દારૂ માટે ગોડાઉન ભાડે રાખનાર અને દારૂનો જથ્થો મંગાવનાર પ્રદિપ રહે. સાંચોર રાજસ્થાન વાળાની સંડોવણી ખુલતા શોધખોળ હાથ ધરી છે.હાલ મોરબી એલસીબી ટીમે તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી માં એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ પીએસસાઈ કે.જે.ચૌહાણ, પીએસસાઈ એન.એચ.ચૂડાસમાં, પીએસઆઈ એ.ડી.જાડેજા તથા એલસીબી/ પેરોલ ફર્લો મોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના પોલીસકર્મીઓની ટીમ રોકાયેલ હતી.

ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનીટરીંગ સેલ હાલ ચાલતા તમામ ગોરખધંધાઓ પર બાજ નજર રાજ્યમાં રાખીને બેઠી છે ત્યારે મોરબી એલસીબી ટીમે સ્ટેટ વિજિલન્સ પહોંચે એ પહેલા તાબડતોબ રેડ કરી કાચું ના કાપવા પણ કમરકસી લીધી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!