હળવદમાં ભાઈ જ ભાઈનો દુશ્મન બન્યો હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદી અને આરોપી કૌટુંબિક ભાઈ વચ્ચે અગાઉથી ઝગડો હાલતો હોય જે બનાવનો મનદુઃખ રાખી ઈસમોએ યુવક અને તેના ભાઈ પર જયારે તેઓ બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે તલવાર સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, હળવદનાં સાપકડા ગામે રહેતા અને ખેતીકામ કરતા પ્રકાશભાઇ હરીશભાઇ ઉર્ફે હરીભાઇ ચાવડા નામના યુવક તથા તેના ભાઈ ભાવેશભાઇને પ્રભુભાઇ મગનભાઇ ચાવડા સાથે મનદુખ ચાલતુ હોય જેથી પ્રભુભાઇએ વગર વાંકે ફરીયાદી તથા ભાવેશભાઈ મોટરસાઇકલ લઈને જતા હતા. ત્યારે છુટા પથ્થરનો ઘા કરી જતા રહેતા ફરીયાદી તથા ભાવેશભાઈ પ્રભુભાઈના ઘરે જતા ભવાનભાઇએ ફરીયાદીને જમણા હાથ ના અંગુઠામાં તલવારનો ઘા મારી કાપી નાખી ગંભીર ઇજા પહોંચાડી અંગુઠામાં કાયમી ખોટ કરી તેમજ ભાવેશભાઇને પ્રભુભાઇએ સણથાનો ઘા માથામાં મારી ઇજા કરતા સમગ્ર મામલે પ્રભુભાઇ મગનભાઇ ચાવડા તથા ભવાનભાઇ મગનભાઇ ચાવડા (રહે.બન્ને સાપકડા તા.હળવદ જી.મોરબી) વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.