મોરબી જીલ્લા કલેકટર જી ટી પંડયા દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતાર્થ નાયબ મામલતદારો, કચેરીના ક્લાર્ક અને રેવન્યુ મંત્રીની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા.
જીલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા કલેકટરને સુચના આપી હાલ પુરતા ઓર્ડર સ્થગિત કરવામાં આવ્યા છે.જેમાં 18 નાયબ મામલતદારો,24 ક્લાર્ક અને 66 રેવન્યુ મંત્રીની બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો.
અગંત સુત્રોનું માની તો અનેક કર્મચારીઓ એ બદલી વાળી જગ્યા રહેણાંક થી દુરની રજુઆત કરી હતી જેને કારણે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જિલ્લા કલેકટરને સૂચન કરતા બદલીના ઓર્ડર ને હાલ પૂરતા સ્થગિત કરી દેવામાં આવ્યા છે. જે આગામી દિવસોમાં વિચાર વિમર્શ કરી રીવાઈઝ ઓડર કરવામાં આવશે.