મોરબી જિલ્લામાં થતી દારૂની રેલમછેલને રોકવા મોરબી જિલ્લા પોલીસ હંમેશા પ્રયત્નશીલ રહી છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જેમાં ટંકારાનાં સજનપર ગામે વિદેશી દારૂ લઈ નીકળેલ ઈસમ તથા હળવદના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ મંગાવી ગેરકાયદેસર વેચાણ કરતો શખ્સ ઝડપાયો છે.
પ્રથમ દરોડામાં, ટંકારા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને સજનપર ગામે દેવીપુજક વાસના ઢોળા પાસે શંકાસ્પદ રીતે ફરતા એક શખ્સ પર શંકા જતા તેને રોકી ઈસમની પૂછપરછ કરી તેની પાસે રહેલ એક પ્લાસ્ટીકની થેલીમાં તપાસ કરતા ઈસમ પાસેથી ઇગ્લીશ દારૂની પ્લાસ્ટીકની GOA SPIRIT OF SMOOTHNESS WHISKYની રૂ. ૬૦૦/- ની કિંમતની ૦૨ બોટલ મળી આવતા પોલીસે નાનાભાઇ પાવતભાઇ માવી (રહે. હાલ- સજનપર ગામની સીમમા સહદેવસિંહ જાડેજાની વાડીમા તા- ટંકારા જી-મોરબી રહેમુળ- પાવ વેડફળીયુ તા- ધાનપુર જી-દાહોદ) નામના ઈસમની અટકાયત કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એકટ કલમ- ૬૫(એ)(એ),૧૧૬(બી) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડા માં, હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, સખી મરચા ઘંટી પાછળ ભેણીના ઢાળ પર આવેલ દિલીપભાઈ કરશનભાઈ ચાવડાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી 50-50 વોડકાની રૂ.૧૩,૫૩૦/-ની કિંમતની ૪૧ બોટલો, રૂ.૨૪,૦૦૦/-ની કિંમતનાં ગોડફાધર ધ લેજેન્ડરી ઓરીજીનલ સ્ટ્રોંગ બિયરનાં ૨૪૦ ટીન તથા રૂ.૫૬૨૫/-ની કિંમતની મેક ડોવેલ્સ નં.૧ કલેક્શન વીસ્કીની ૧૫ બોટલો મળી કુલ રૂ.૪૩,૧૫૫/-નો મુદ્દામાલ મળી આવતા પોલીસે દિલીપભાઈ કરશનભાઈ ચાવડા (રહે.ભેણીના ઢાળે ચોત્રાફળી, હળવદ તા.હળવદ જી.મોરબી)ની સ્થળ પરથી જ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.