પર્યાવરણ સંરક્ષણમાં શાળા-કોલેજો મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. શાળા-કોલેજોમાં વર્ષ દરમિયાન આયોજન કરીને પર્યાવરણ સરણક્ષનું કાર્ય કરી શકે તેમ છે. જેને લઇ ગઈકાલે નવયુગ કોલેજ ખાતે મધુરમ ફાઉન્ડેશનના ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શિબિરમાં રોપા અને પુસ્તકનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.
નવયુગ કોલેજના જણાવ્યા અનુસાર, ગઈકાલે તા.૦૪/૦૭/૨૦૨૩ના રોજ નવયુગ કોલેજ ખાતે મધુરમ ફાઉન્ડેશનના ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં મધુરમ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. મધુસુદન પારેખ તથા મોરબી જિલ્લા પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના પ્રાણજીવન કાલરિયા તથા જીલેશભાઇ કાલરિયાએ ઉપસ્થિત રહી અંદાજે ૪૫૦ વિદ્યાર્થીઓને પર્યાવરણથી સર્જાયેલ આજની સમસ્યાનું નિરુપણ કરી, હવે શું કરવું જોઈએ તે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમ સંસ્થા પ્રમુખ પી.ડી. કાંજીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં લોકભારતી વિદ્યાપીઠના પુર્વ નિયામક પ્રવિણચંદ્ર ઠકકર લિખિત પુસ્તક “જીવનની સાર્થકતા- સફળતાની સોનેરી ચાવીઓ” ની ૫૦૦ નકલનું કોલેજના વિદ્યાર્થીઓમાં વિતરણ કરાયું હતું. આ સિવાય સગવડ ધરાવતા, રોપા વાવીને ઉછેર કરવા ઉત્સૂક વિદ્યાર્થીઓને ૧૦૦૦ ફળાઉ વૃક્ષોના રોપાઓનું વિતરણ પણ કરાયું હતું.