મહિલાઓને સમાન અધિકારો આપવાના બણગા ફુંકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી જ છે. ફરીથી મહિલાઓની સલામતી માટેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે મોરબીમાં રહેતી એક પરિણીતાને તેના સાસરિયાવાળાઓએ “તુ ઘરનુ કામ કરતી નથી અને બેસીજ રહે છે” તેમ કહી ઢોર માર મારતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં કેરાળા ખાતે રહેતી નિયામતબેન નજરૂદીનભાઇ બાદી નામની પરણિતાને ફાતુબેન અબ્દુલભાઇ બાદીએ “તુ ઘરનુ કામ કરતી નથી અને બેસીજ રહે છે” તેમ કહી મેણા-ટોણા મારી ગાળો આપી ઢીકા પાટુનો મુઢમાર મારીને અખતરભાઇ અબ્દુલભાઇ બાદીએ લાકડીના ધોકા વતી વાસાના ભાગે એક ધા મારી મુઢ ઇજા કરી નજરૂદીન અબ્દુલભાઇએ ગાળો આપી વાળ પકડી જમીન પર પાડી દઇ હુશેનભાઇ હાજીભાઇ બાદીએ ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ દાખલ કરાવી છે.