Monday, November 18, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસની કાર્યવાહી : ચાર સ્થળોએથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી

મોરબી જિલ્લા પોલીસની કાર્યવાહી : ચાર સ્થળોએથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી

મોરબીમાં દેશી-વિદેશી દારૂ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં ગઈકાલે ચાર સ્થળોએથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. તેમજ ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જયારે એક મહિલા આરોપી ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબી એલ.સી.બી.ની ટીમે બાતમીનાં આધારે લીલાપર મચ્છુ ડેમ નજીક પાણીના સંપ પાસે વોંકળાના કાંઠે રેઈડ કરી દેશી દારૂ બનાવવાનો રૂ.૧૦૦૦/-ની કિંમતનો ૫૦૦ લીટર ઠંડો આથો સહીત ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૨૫૦૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે ભઠ્ઠી ચલાવતી કિરણ ઉર્ફે બેબો નાગજીભાઇ દેગામા (રહે.લીલાપર તા.જી.મોરબી) સ્થળ પર હાજર મળી ન આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન કલમ- ૬૫(એફ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિગમાં હતી, ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ભાયાતી જાંબુડીયા ગામની પાધેળા તરીકે ઓળખાતી સીમમાં નીરૂભા પ્રવીણસિંહ ઝાલાની વાડી પાસે ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી વીઠ્ઠલભાઇ તેજાભાઇ બાવળીયા (રહે.ભાયાતી જાંબુડીયા તા.વાંકાનેર જી.મોરબી) નામના ઈસમને ૫૦ લીટર ગરમ આથો, ૧,૦૦૦ લીટર ઠંડો આથો, ૧૦ લીટર ગરમ દેશી દારૂ, ૧૦૦ લીટર ઠંડો દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૧૦,૬૫૦/-ના મુદ્દામાલ સાથે સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રીજા બનાવમાં, માળીયા મી. પોલીસની ટીમે પેટ્રોલિગ દરમિયાન મળેલ બાતમીનાં આધારે વાધરવા ગામના પાણીના ટાંકા પાસે રેઈડ કરી શક્તિસિંહ પ્રવિણસિંહ જાડેજા (રહે-વાધરવા ગામ તા.માળીયા મીં. જી.મોરબી) નામના ઈસમને રૂ.૧૬૦/- ની કિંમતના ૦૮ લીટર દેશી દારૂ જેવા કેફી પ્રવાહી પીણા સાથે પકડી પાડી ઈસમની અટકાયત કરી છે. તેમજ ઈસમ વિરુદ્ધ ગુન્હો પ્રોહિબિશન એક્ટ કલમ-૬૫(એ)(એ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચોથા બનાવમાં, માળીયા મી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિગમાં હતી, ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ઘાંટીલા વકારી વાળી સીમમા વાણીયા વાળા ઓકળાના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી સંજયભાઈ હિરાભાઈ સનુરા (રહે.જુના ઘાંટીલા ગામ તા.માળીયા મીં. જી.મોરબી.) નામના શખ્સની ૪૦૦ લીટર દેશીદારૂ બનાવવાનાં આથા તથા ૧૫ લીટર દેશીદારૂ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!