Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર ચોકડી થી જેતપર પીપળી રોડ પર થયેલા દબાણો પર તંત્રનું...

મોરબીના મહેન્દ્રનગર ચોકડી થી જેતપર પીપળી રોડ પર થયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ

મોરબીના મહેન્દ્રનગર ચોકડી થી જેતપર તરફ જવાના રસ્તાને ફોરલેન કરવા માટેનું કામને મંજૂરી પણ મળી ગયેલ છે. જેમાં દબાણો ને કારણે કામમાં અડચણ ઊભી ન થાય તે માટે આજે કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જેતપર ફોરલેન રોડનું કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું હોય આ રસ્તાની બંને બાજુએ આવેલા દબાણ ડેવલપમેન્ટ મુજબ દૂર થાય તો જ આ રોડનું કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય જો કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થાય તો કોન્ટ્રાક્ટરને પેનલ્ટી ભરવી પડે છે એ જ રીતે જો વહીવટી અડચણના કારણે કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થાય તો સરકારે કોન્ટ્રાક્ટરને વધુ નાણાં ચૂકવવા પડે છે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર હિતેશ આદ્રોજા એ આ બાબત જિલ્લા કલેકટર જી ટી પંડ્યાના ધ્યાને મુકતા તેઓના માર્ગદર્શન નીચે આજે આ રોડ પરના તમામ નડતરરૂપ દબાણો દૂર કરવા માટે મોરબી તાલુકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નિખિલ મહેતા અને મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર કે. એ.વાળા એ સંયુક્ત રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી માર્ગ અને મકાન વિભાગને આ દબાણો દૂર કરવા માટે અનુકૂળતા કરી આપેલ જેના પરિણામે આજે આ દબાણો દૂર કરવામાં આવતા જેતપુર રોડ નું કામ સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકશે.

તેમજ ગઈકાલે પણ મોરબી તાલુકાના બગથળા ગામે નવા ગામતળ તરીકે ગ્રામ પંચાયતે પસંદ કરેલ જમીનમાં દબાણ હોય તે દૂર કરી ઝડપથી ગામતળ નિમ થઈ શકે તે માટે ડીડીઓએ જિલ્લા કલેકટર જી.ટી.પંડયાને જણાવતા મોરબી તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પોલીસે સંયુક્ત રીતે આ દબાણ દૂર કરવામાં ગ્રામ પંચાયતને અનુકૂળતા કરી આપેલ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!