સંસ્કૃત ભારતી દ્વારા લેવાતી સંસ્કૃત ગૌરવ પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. સંસ્કૃત ગૌરવ પરીક્ષા દર વર્ષે ચાર વિભાગોમાં લેવામાં આવે છે. સંસ્કૃતભારતી સમગ્ર દેશમાં અને વૈશ્વિક સ્તરે 21 દેશોમાં સંસ્કૃત સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સંરક્ષણનું કાર્ય કરવામાં આવે છે. ત્યારે સંસ્કૃત ગૌરવ પરીક્ષા 2023-24 માટે વધુને વધુ લોકો રજિસ્ટ્રેશન કરાવે તે માટે સંસ્કૃત ભારતી મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યની શાળાઓના બાળકોને સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ભાગ લેવા બાબતે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને મોરબી જીલ્લામાં કોઈપણ સંસ્થામાં સંસ્કૃત ભારતી દ્વારા યોજાતી સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરી શકાશે. જેની માટે જયદીપભાઈ (ગૌરવ પરીક્ષા સંયોજક) – 9712232086, કિશોરભાઈ (જનપદ સંયોજક) – 9825741868, મયુરભાઈ (જનપદ સહ સંયોજક) – 9825633154નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, સંસ્કૃત ગૌરવ પરીક્ષા 2023-24નું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીઓને સત્વરે પુસ્તક મળે તે માટે ઝડપથી રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે. તેમજ જે વિદ્યાર્થીઓની ઈચ્છા હોય મારે એક સાથે બે પરીક્ષા આપવી છે તો તે પણ શક્ય છે.જો આપની સંસ્થા પહેલ આ પરીક્ષામાં જોડાઈ હતી. તો આપને આપની સંસ્થાની જૂની એક્સલ ફાઈલ પણ મળશે. જેને ખાસ ડાઉનલોડ કરી લેવી. જે સંસ્થાઓએ અત્યાર સુધી ક્યારેય રજિસ્ટ્રેશન કર્યું નથી તે એક વખત આ સંસ્કૃત અને સંસ્કૃતિનો પ્રચાર કરતી પરીક્ષા અવશ્ય અપાવો. તેમજ પરીક્ષાની બધી જ સૂચનાઓ આપને એપ્લિકેશન પરથી મળી રહેશે જેને અવશ્ય વાંચી લેવી. તેમ સંસ્કૃત ભારતી મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું.