હળવદમાં સફાઈ કામદારો સાથે અન્યાય થતો હોવાને લઈને સફાઈ કામદારો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.જેમ બે આંદોલનકારી ની તબિયત લથડતા સારવાર આપવા માટે વિવાદ ઉભો થયો છે.
જેમાં ઉપવાસ પર ઉતરેલા સફાઈ કર્મચારીઓમાંથી બે કર્મચારી અતુલભાઈ તેમજ ભરત ભાઈ ની તબિયત આજે લથડતા ૧૦૮ ની ટીમ સારવાર અર્થે પહોંચી હતી જ્યાં તપાસ હાથ ધરી ને અતુલભાઈ નામના સફાઈ કર્મચારીને વધુ સારવાર અર્થે મોરબી હોસ્પિટલ ખાતે ખસેડવાની સલાહ આપવામાં આવી છે .પરંતુ હડતાળ પર ઉતરેલા સફાઈ કર્મચારીઓ એ બીમાર કર્મચારી ને રીફર કરવાની સહમતી આપી ન હતી જે બાબતે કારણ ધરતા આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે આ બીમાર આંદોલનકારી ને મોરબી રીફર કરવામાં આવશે અને આ વ્યક્તિને કાઈ થશે તો તેની જવાબદારી જો તંત્ર દ્વારા લેખિત માં આપવામાં આવશે તો જ મોરબી હોસ્પિટલ ખાતે રીફર કરવાની સહમતી આપવામાં આવશે.