Thursday, November 28, 2024
HomeGujaratમોરબીની અદેપર શાળાના આચાર્યની બદલી થતાં ભાવભેર વિદાયમાન અપાયું

મોરબીની અદેપર શાળાના આચાર્યની બદલી થતાં ભાવભેર વિદાયમાન અપાયું

મોરબીના અદેપર શાળામાં અરવિંદભાઈ કૈલા ચોવીસ વર્ષ સુધી ફરજ બજાવી બદલી થતા ભાવવાહી વિદાય અપાઈ

- Advertisement -
- Advertisement -

 

લોકો શિક્ષકોને માન અને સન્માનની દ્રષ્ટિથી નિહાળતા હોય છે, કારણ કે શિક્ષકમાં સૌને મદદરુપ થવાની ભાવના હોય છે, માતા-પિતાના પોતાના પાંચ વર્ષના બાળકને શિક્ષકને હવાલે મૂકી દે છે અને શિક્ષક આઠ વર્ષ સુધી બાળકનું ભણતર,ઘડતર, ગણતર અને ચારિત્ર્યનું ચણતર કરે છે, વિદ્યાર્થીકાળનો સૌથી લાંબો ગાળો પ્રાથમિક શિક્ષણ હોય છે ત્યારે સમાજમાં પ્રાથમિક શિક્ષકનો માન,મોભો અને મરતબો ખૂબ હોય છે,ત્યારે મોરબી તાલુકાના છેવાડે આવેલું ગામ અદેપર. આ અદેપર ગામની પ્રાથમિક શાળામાં અરવિંદભાઈ કૈલા વર્ષ – 1999 માં કચ્છમાંથી બદલીને આવ્યા. થોડા વર્ષો એક જ શિક્ષક તરીકે શાળામાં ફરજ બજાવી ત્યાર બાદ આચાર્ય તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી અદેપર ગામના બાળકોનું ખુબજ સારી રીતે,નિયમિત રીતે નિષ્ઠાપૂર્વક શિક્ષણ કાર્ય કરાવ્યું. શાળા માત્ર બે રૂમ વાળી શાળા હતી એમાંથી આજે પાંચ રૂમની શાળાનું નિર્માણ કર્યું.વચ્ચેના ગાળામાં સીઆરસી કો.ઓર્ડીનેટર તરીકે યશસ્વી કામગીરી કર્યા બાદ ફરીવાર અદેપર શાળામાં આચાર્ય તરીકે પ્રસ્થાપિત થયા ત્યારથી આજદિન સુધી આચાર્ય તરીકે શાળાનું સુપેરે સંચાલન કર્યું. તાજેતરમાં ઓનલાઈન બદલી કેમ્પમાં માધાપરવાડી કન્યા શાળામાં થતા શાળા પરિવાર દ્વારા અરવિંદભાઈ કૈલાને શાળા પરિવાર,ગ્રામજનો,crc કો ઓર્ડીનેટર ભરતભાઇ,તાલુકા શાળા ના આચાર્ય હિરેનભાઈ ધોરિયાણી,ગામના સરપંચ જનકસિંહ ઝાલા,વડીલો,બહેનો,શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા ભવ્ય અને દિવ્ય વિદાયમાન અપાયું હતું.

તેમજ બદલામાં આચાર્ય અરવિંદભાઈ કૈલાએ શાળા અને બાળકોના વિકાસ માટે રૂપિયા 11111/- અગિયાર હજાર એકસો અગિયાર પુરા અર્પણ કર્યા હતા.તેમજ તેમના પુત્ર પરિમલ અને પુત્રવધુ અમી તરફથી શાળાના બાળકોને વાંચન લેખન માં ઉપયોગી સાહિત્ય આપી શાળા ઋણ અદા કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!