રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા સુચના કરેલ જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમે માળીયા ભીમસર ચોકડીથી – હળવદ રોડ જી.કે. હોટલ પાસેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટનાં તમંચા સાથે પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, માળીયા ભીમસર ચોકડીથી– હળવદ રોડ જી.કે. હોટલ પાસે એક શખ્સ દેશી હાથ બનાવટનો જુના જેવો કાટવાળો તમંચો લઈ ફરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી દોસમામદ મહંમદભાઇ કટીયા (રહે.માળીયા વાડા વિસ્તાર જુના રેલ્વેસ્ટેશન પાસે તા.માળીયા(મીં) જી.મોરબી) નામના શખ્સને તમંચા સાથે પકડી પાડી જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરતા કુલ રૂ. ૫૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી આર્મ્સ એકટ કલમ રપ(૧-બી),એ તથા જી.પી.એકટ કલમ ૧૩પ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.