મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોય છે અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનોમાં મોટાભાગે નંબર પ્લેટ પણ હોતી નથી. જેને લઈ હવે ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવ્યું છે. ખાણ ખનીજ વિભાગની ફળાઈંગ સ્કવોડ વાંકાનેર તાલુકાના રાજગઢ ગામની સીમમાંથી ચાલતી ખનીજચોરી પર દરોડો પાડ્યો હતો. જે દરોડામાં બે ડમ્પર અને એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારે ખાણ ખનીજ વિભાગ ની ફલાઇન્ગ સ્કવોડ ના દરોડાને લઈ ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના રાજગઢ ગામની સીમમાં આવેલ ભરતસિંહ જાડેજા નામના ખેડૂતની વાડીની બાજુમાં ખનીજ ચોરી થઇ રહ્યું હોવાની બાતમી મળતા ગઈકાલે ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કોડ એ સ્થળ પર દરોડો પાડ્યો હતો. અને સ્થળ પરથી ખનીજ ચોરી કરવા ઉપયોગમાં લેવાયેલ GJ-36-V-3269 તથા GJ-36-V-8672 નંબરના ડમ્પર તથા એક હિટાચી મશીન મળી આવતા મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારે ખાણ ખનીજ વિભાગનાં દરોડાને લઈ ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.