પૈસા બચાવવાના ચક્કરમાં સૌરાષ્ટ્ર ના પેરિસનેકચરાનો ઢગ બનાવી દીધું:ડોર ટુ ડોર ને બદલે મોટાભાગના વિસ્તારોમાં ‘ચોક ટૂ ચોક’ કચરો લેવાય છે;પાલિકાની સ્થિતિ સુધારવાની મીઠી મીઠી વાતો કરી પૂરો ટેકસ ભરતી ભોળી જનતાને શા માટે તકલીફો વેઠવી પડે છે?
મોરબી નગરપાલિકા અગાઉ પણ ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત જેવી સ્થિતિ હતી પરંતુ હવે પાલિકાએ ગંદકી હટાવવા વોટસએપ હેલ્પ કાઈ નંબર જાહેર કર્યા બાદ તો એક દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવો ઘાટ સર્જાયો છે.તેમજ પાલીકા પૈસા બચાવવાના ચક્કરમાં એક સમયના સૌરાષ્ટ્ર ના પેરિસ ને કચરા નુ ઘર બનાવી દીધું છે.તેમજ પાલીકા પાસે વધુ વાહનો ન હોવાથી પાલીકા ટ્રેકટર જેવા વાહનો નો ઉપયોગ કરે છે જેના કારણે મોટા ભાગના વિસ્તારોમાં ચોક સુધી ટ્રેકટર જાય છે અને લોકોએ ચોક સુધી કચરો નાખવા આવવું પડે છે.જેથી ડોર ટુ ડોર ને બદલે આ કામગીરી ચોક ટુ ચોક બની ને રહી ગઈ છે.ત્યારે પ્રજા પૂરતો ટેકસ ભરે છે તો પાલીકા ના પાપે પડેલ આર્થિક ખાડો બુરવા લોકો શા માટે તકલીફો ભોગવે ?તેવો સો મણ નો સવાલ નો જવાબ આપવા માટે કોઈ અધિકારી સામે આવવા તૈયાર નથી.
જેમાં મોરબી પાલીકા દ્વારા મોરબી માં ગંદકી અને કચરા ની સમસ્યા ને દૂર કરવા માટે વોટ્સએપ હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.તેમજ આ નંબર જાહેર કરવાની પ્રેસ નોટ મોટા ઉપાડે મિડિયા ને પણ આપવામાં આવી.જેથી મીડિયા એ પણ આ માહિતી લોકો સુધી પહોંચે અને લોકોને મદદ મળે તે માટે પ્રસારિત કર્યું હતો ત્યારે સામે મોરબીના નગરજનો માં પણ આ સેવાને લઈને સકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો હતો અને લોકો એ જાગૃતતા દાખવતા અનેક જગાએથી કચરા ગંદકીના ફોટા મોકલ્યા હતા.પરંતુ પાલીકા પહોંચી ન વળતા અંતે આ હેલ્પ લાઇન નંબર નુ બાળ મરણ થયું હોય તેવો ઘાટ સર્જાયો હતો.ત્યારે આ હેલ્પ લાઇન જાહેર થયાના બે દિવસ માં જ ફરિયાદો ઉઠવા પામી હતી કે હેલ્પ લાઈન નંબર પર કચરા ગંદકીના ફોટો અને વિગતો મોકલવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી.ત્યારે હવે પાલીકા ના અધિકારીઓએ પણ પાલીકા ની કોઈ પણ બાબત ના પ્રશ્નો ના જવાબ મીડિયાને આપવાનો ઈનકાર કરી દીધો છે.