મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા તેમજ જિલ્લામાં એકંદરે શાંતી જળવાય રહે તેવાં હેતુથી રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા તેમજ મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા કડકમાં કડક કામગીરી કરી ગુન્હાખોરી અટકાવવા પ્રયત્નો કરવામાં આવી રહી છે. જેમાં તેઓને મહદ અંશે સફળતા મળી છે. ચાલુ વર્ષે પાંચમા મહિનામાં ગત બે વર્ષની તુલનાએ ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.જેની ચર્ચા ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મોરબી ના નવા બસ સ્ટેન્ડ ના ખાત મુહર્ત સમયે સ્ટેજ પરથી કરી હતી અને મોરબી જીલ્લાની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને લવ જેહાદ ને લઈને મોરબી પોલીસના વખાણ કર્યા હતા એટલું જ નહિ વ્યાજના વિશખોરોને ડામવા પણ મોરબી જીલ્લો અગ્રેસર રહ્યો હોવાનું જણાવ્યું હતું.
આ સાથે જ હર્ષ સંઘવી એ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા વ્યાજખોરોને આપાયેલ સૂચના ‘યા તો ધંધો છોડી દે યા તો ગામ છોડી દે કેમ કે પોલીસ તો છોડશે નહીં” આ સૂત્રને પણ સાર્થક કર્યું હોવાનું જણાવી મોરબી જીલ્લાની પોલીસ તમામ લોકો માટે હર હમેંશા સર્તક છે અને લોકો સુરક્ષિત રહે તેની સતત ચિંતા કર્યા કરે છે તેવું જણાવ્યું હતું.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો ને ડામવા ગૃહવિભાગ દ્વારા કેમ્પેઇંન ચલાવવામાં આવ્યું છે આ સાથે જ મોરબી પોલીસ ચોપડે ચાલુ વર્ષ 2023 ના મે મહિના સુધીમાં કુલ 5536 ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. જે આંકડો 2022 માં 18,284 જયારે 2021 માં 14,945 હતો જેમાં ઉમેરો થયો છે જેમાં ચાલુ વર્ષ 2023 માં કરવામાં આવેલ કામગીરીની વાત કરવામાં આવે તો સી.આર.પી.સી. કલમ 107 હેઠળ 2958, સી.આર.પી.સી. 109 અંતર્ગત 782, સી.આર.પી.સી. 110 અંતર્ગત 765, જી.પી.એકટ 56 અંતર્ગત 24, જી.પી.એકટ 57 અંતર્ગત 06, જી.પી.એકટ 122 અંતર્ગત 117, જી.પી.એકટ 124 અંતર્ગત 14, પ્રોહી. 93 અંતર્ગત 829 તથા પાસા તળે 41 આરોપીઓ વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. એ જ રીતે ચાલુ વર્ષ 2023 ના મે મહિના સુધીમાં ખુનનાં કુલ 11 ગુન્હાઓ નોંધાયા હતા. જયારે વર્ષ 2022 માં 20 તો 2021 માં 39 ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાયા હતા તેમજ હત્યાના પ્રયાસના ચાલુ વર્ષે 08 જયારે ગત વર્ષે 13 અને વર્ષ 2021 માં 09 ગુન્હાઓ નોંધાયા હતા જયારે ઘાડ અને લુંટના ચાલુ વર્ષ 2023 માં એક પણ ગુન્હો નોંધાયો નથી. જો કે ગત વર્ષ 2022 મા ધાડના 02 અને લુંટના 01 તેમજ 2021 માં ધાડમાં 01 અને લુંટના 12 ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાયા હતા તો ધરફોડ ચોરીઓના ગત વર્ષ 2021 માં 50, વર્ષ 2022 માં 42 જયારે ચાલુ વર્ષ 2023 એટલે કે આજ દિન સુધીમાં 12 ગુન્હાઓ નોંધાયા છે તેમજ ચોરીઓના ચાલુ વર્ષ 2023 ના જૂન મહિના સુધી માં 72, ગત વર્ષ 2022 માં 126 અને વર્ષ 2021 માં 90 ગુન્હાઓ નોંધાયા છે જયારે રાયોટીંગના ચાલુ વર્ષ 2023 માં 04, ગત વર્ષ 2022 માં 13 અને વર્ષ 2021 માં 07 ગુન્હાઓ નોંધાયા હતા તેમજ ઇજાના ગત વર્ષ 2021 માં 139, વર્ષ 2022 માં 134 અને ચાલુ વર્ષે 54 ગુન્હાઓ નોંધાયા હતા. આ ઉપરાંત ગંભીર ગુનાઓમાં અપહરણનાં ચાલુ વર્ષ 2023 માં 19 ગુનાઓ , 2022 માં 22 અને વર્ષ 2021 માં 48 ગુન્હાઓ નોંધાયા હતા જયારે વાહન અકસ્માતના ચાલુ વર્ષે 175, 2022 માં 316 અને વર્ષ 2021 માં 315 ગુન્હાઓ નોંધાયા હતા તેમજ પરચુરણ ગુન્હાઓની વાત કરવામાં આવે તો ગત વર્ષ 2021 માં 115, વર્ષ 2022 માં 142 અને ચાલુ વર્ષે 151 ગુન્હાઓ નોંધાયા હતા. આ ઉપરાંત ભાગ 01 થી 05ના ગુન્હો વિષે મળતી માહિતી અનુસાર આ વર્ષે 2023 માં 382, 2022 માં 831 અને વર્ષ 2021 માં 825 ગુન્હાઓ નોંધાયા હતા તેમજ (પ્રોહીબીશન) દારૂના ચાલુ વર્ષ 2023 માં મે માસ સુધી માં 2538, 2022 માં 5879 અને વર્ષ 2021 માં 4892 ગુન્હાઓ જયારે જુગારધારાનાં ગત વર્ષ 2021 માં 394, વર્ષ 2022 માં 434 અને ચાલુ વર્ષે 152 ગુન્હાઓ નોંધાયા હતા ત્યારે એકંદરે મોરબી જીલ્લામાં ક્રાઈમ રેટ ઘટી રહ્યો હોવાનું નોંધાઇ રહ્યું છે.
આ ઉપરાંત મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા લોકો સુધી જાગૃતિના અભિયાન કરી લોકોને નશા કારક દ્રવ્યો અને અન્ય ગેરકાદેસર પ્રવૃત્તિઓ સામે બંડ પોકારવા પણ જણાવવામાં આવ્યું છે અને આ માટે કંટ્રોલ રૂમ તેમજ હેલ્પ લાઇન નબર પણ જાહેર કરવામાં આવેલ છે.