મોરબીના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા વ્યવસ્થિત સફાઈ ન કરતી હોવાથી ગંદકીના ગંજ જામેલા જોવા મળી રહ્યા છે. પંદર દિવસ પહેલા હવામાન વિભાગે વરસાદ અંગેની આગાહી કરેલ અને તેમ છતાં નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે થતી પ્રિમોનસુન કામગીરી બિલકુલ કરવામાં આવી ન હોય તેવું લાગી રહ્યું છે. નગરજાણે ગંદકીથી ઉભરાઈ રહ્યું છે. મોરબી નગરપાલીકા વિસ્તારમાં આવેલ અલગ અલગ વિસ્તારોમાં કચરાના ઢગલા થયેલ છે. જે ઉપાડવા તથા સ્વચ્છતા જાળવવા બાબતે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પાઠવવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટી મોરબી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને તથા અમોને અવાર નવાર મોરબી નગરપાલીકાના વિસ્તારોમાંથી મૌખીક ફરીયાદો મળે છે કે, મોરબી નગરપાલીકાના સફાઈ કર્મચારીઓ દ્વારા મોરબી નગરપાલીકાના વિસ્તારો દોશી હાઈસ્કુલ થી મકરાણી વાસને જોડતા રોડ પર, નકલંક હોસ્પિટલની પાસે આવેલ રૂદ્ર પ્લાઝા કોમ્પ્લેક્ષની પાછળના ભાગે, મચ્છુ માં નાં મંદિરની સામે, આસ્વાદ પાન (મહેન્દ્રપરાના નાકા) પાસે તથા વાંકાનેર દરવાજા પાસે કચરાના ઢગલા થઈ ગયેલ છે. તથા અવાર નવાર આમ જનતા દ્વારા કચરા ઉપાડવાની રજુઆત તથા અરજીઓ કરવામાં આવેલ છે. પરંતુ તે કચરાના ઢગલા ઉપાડવામાં આવતા નથી. તે કચરાના ઢગલાની ગંદકી તથા ચોમાસાના સમયમાં રોગચાળો થાય છે તથા ડેન્ગ્યુ જેવા રોગો પણ થાય છે. તથા દોશી હાઈસ્કુલથી મકરાણીવાસને જોડતા રોડ પર આવેલ કચરાના ઢગલા પાસે આવેલ દિવાલ ઘણા સમય પહેલા પડી ગયેલ છે તથા તે દિવાલ પછી હોકળો આવેલ છે. તે હોકળામાં આશરે છ માસ પહેલા વરના કાર ચાલક સાથે પડેલ તથા અવાર નવાર ગાયો તે હોકળામાં પડતી હોય છે સદ નસીબે કોઈને પણ ગંભીર ઈજા પહોચેલ નથી. જેથી તે દિવાલ તતકાલ કરાવી તે કચરો ઉપાડી લેજો કારણ કે મોટી દુર્ઘટના સર્જયા તેવી શકયતા છે. તથા મોરબી નગરપાલીકા વિસ્તારમાં આવેલ તમામ વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ તથા માંદગી ઓછી થાય તેવી આમ જનતા વતી આમ આદમીપાર્ટીના શહેર પ્રમુખ – હિતેશભાઈ ભટ્ટ, મોરબી જીલ્લા જનરલ સેક્રેટરી – ભરતભાઇ બારોટ, મોરબી શહેર ઉપ પ્રમુખ – કલ્પેશભાઈ સોનગ્રા, મોરબી શહેર ઉપ પ્રમુખ – જયભાઈ સારેસા, યુવા કાર્યકર – ભાવિનભાઈ ફેફર, યુવા કાર્યકર – ભરતભાઇ બોસીયા, ઈન્કલાબ ઝીદાબાદ દ્વારા રજુઆત કરવામાં આવી છે.