Thursday, December 26, 2024
HomeGujaratમોરબી એલસીબીએ વાંકાનેર ચંદ્રપુર રોડ પરથી ટ્રકના ચોરખાનામાં સંતાડી લવાતો ઇંગ્લીશ દારૂનો...

મોરબી એલસીબીએ વાંકાનેર ચંદ્રપુર રોડ પરથી ટ્રકના ચોરખાનામાં સંતાડી લવાતો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો

મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ટ્રકના ચોરખાનામાં સંતાડી લવાતા ઈંગ્લીશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે રૂ.૨ થી વધુના ઈંગ્લીશ દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરી છે. જયારે રાજકોટના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં પ્રોહી-જુગારની બદી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જેથી મોરબી એલ.સી.બી. પી.આઇ. ડી.એમ. ઢોલની સુચના તેમજ માર્ગદર્શન મુજબ પી.એસ.આઇ. કે.જે ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન તેઓને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર ઘાન, રોડ તરફથી એક GJ-14-7-0224 નંબરનો ટાટા ટ્રક વાંકાનેર બાઉન્ડ્રી તરફ જનાર છે. જે ટ્રકમાં ચોરખાનુ બનાવી તેમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરવામાં આવી રહી છે. તેવી સચોટ મળેલ હકિકતનાં આધારે વાંકાનેર-ચંદ્રપુર રોડ ઉપર હકિકત વાળી ટ્રકની વોચ ગોઠવતા ટ્રક મળી આવ્યું હતું. જેમાંથી નાની મોટી ૨૦૧૬ બોટલોનો રૂ.૨,૮૭,૫૮૦/-નો મુદ્દામાલ મળી આવતા પોલીસે ટ્રક મળી કુલ રૂ. ૭,૯૩,૦૫૦/- ના મુદામાલ સાથે દિલીપભાઇ જગમાલભાઇ પઢારીયા (રહે. હાલ રાજકોટ મોરબી રોડ, સદગુરૂ સોસાયટી ૨૫- વારીયા શેરી નં-૦૨ ૫૪૧ તા.જી.રાજકોટ મુળ ગામ ઇન્દ્રા તા.માણાવદ૨ જી.જુનાગઢ)ની અટકાયત કરી છે. અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો રજિસ્ટર કરાવેલ છે. જયારે પૂછપરછમાં ધવલભાઇ કિશોરભાઇ વાઢેર (રહે. રાજકોટ કુવાડવા રોડ, બેડીપરા, જુના જકાતનાકા પાસે શિવપરા)નું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!