મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં હાથ ઉછીના લીધેલ પૈસા પરત આપી દીધા હોવા છતાં ઈસમે બાઈક પર જઈ રહેલ બંને યુવકોને રોકી તેમની સાથે ઝગડો કરી માર મારતા આંખમા લોખંડની ચાવીનો એક ઘા લગતા યુવકની આંખ ફૂટી જવા પામી હતી. જેને લઇ તેને હોસ્પિટલે સારવારમાં ખસેડી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ટીંબડી ગામ શક્તિ પેકેજીંગ પાછળ રહેતા ચેતનકુમાર ચંદુભાઇ પરમાર તથા તેના ભાઇ કરશનભાઇ એમ બન્ને મોટરસાઇકલ લઇને જતા હોય ત્યારે ટીંબડી બસસ્ટેન્ડથી આગળ રોનક ટ્રાન્સપોર્ટ સામે મહમદઅકતર ઉર્ફે રાજા મહમદ હબીબ શેખ (રહે- શ્રીરામ ટ્રાન્સપોર્ટ મહેન્દ્રનગર ચોકડી તાજી-મોરબી મુળ રહે. રંપુરાઅ તાઅ.જીરાદઈ જી.પુતવાન રાજ્ય બિહાર) નામના શખ્સે તેઓને ઉભા રાખી કરશનભાઇએ આરોપીને હાથ ઉછીના લીધેલ પૈસા પરત આપી દીધેલ હોય તેમ છતા પણ પૈસાની માંગણી કરી બોલાચાલી કરી ગાળો આપી કરશનભાઇને લોખંડની ચાવી વડે માથામાં માર મારેલ તેમજ ફરિયાદી ચેતનકુમાર છોડાવા વચ્ચે પડતા તેની ડાબી આંખમા લોખંડની ચાવીનો એક ઘા મારી આંખની દ્રષ્ટી ગુમાવી દે તેવી ગંભીર ઇજા પહોંચાડતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.