મોરબીમાં વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં બે ઈસમોએ આધેડને રોકી તેની દીકરી ઈસમો સામે જોતી હોય તેનો ખાર રાખી બંને ઈસમોએ આધેડને ઢોર માર મારી માથું ફોડી નાખ્યું હતું. જેને લઈ આધેડને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
માલા,ટી માહિતી અનુસાર, વાંકાનેરનાં અદેપર ગામે રહેતા ગોરધનભાઇ નરશીભાઇ બાવરવા નામના આધેડ પોતાના ઘર પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે સાગર શીવાભાઇ બાવરવા તથા જીવણ મેરાભાઇ બાવરવા (રહે.બન્ને અદેપર તા.વાંકાનેર જી.મોરબી) નામના બને શખ્સોએ તેમને રોકી તારી દીકરી નિતુને કહી દેજે અમારી સામે ન જોવે તેમ કહી બોલાચાલી કરી સાગર શીવાભાઇ બાવરવાએ એકદમ ઉશ્કેરાઇ જઇ લોખંડનો પાઇપ લઇ આવી જીવણ મેરાભાઇ બાવરવાએ ફરિયાદીને પકડી રાખી માથામા તથા બન્ને હાથમા પાઇપ વડે માર મારી ફરિયાદીનું માથું ફોડી નાખતા તેને માથામા ત્રણ ટાંકા આવ્યા હતા. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.