મોરબીમાં દેશી-વિદેશી દારૂના વિક્રેતાઓ પર મોરબી જિલ્લા પોલીસે બાઝ નજર રાખી તેમનાં પર એક બાદ એક રેઈડ કરી પકડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે પણ મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઈડ કરી દેશી તથા વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.
પ્રથમ દરોડામાં, હળવદ પોલીસની ટીમે બાતમીના આધારે જુના સુંદરગઢ ગામની પાછળ બ્રાહ્મણી ડેમના કાંઠે રેઈડ કરી પડતર જગ્યામાં રેઈડ કરી બાવળની જુંડમાં ગેર કાયદેસર છુપાડેલ દેશી પીવાના દારૂ બનાવવાનો ૩૦૦ લીટર ઠંડો આથો જે એક લીટરની કિંમત રૂ.૨ લેખે ગણી કુલ રૂા.૬૦૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ આરોપી પ્રવિણભાઇ જીવરાજભાઇ પરસંડા (રહે. નવા સુંદરગઢ ગામ તા.હળવદ જી.મોરબી) સ્થળ પર હાજર નહી મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫ એફ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વીસીપરા કુલીનગર ૧ ઇમામના પટમાં વિદેશી દારૂનો જથ્થો છુપાડવામાં આવ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ભારતીય બનાવટની પરપ્રાંતીય વ્હાઇટ લેસ વોડકા ઇંગ્લીશ દારૂની રૂ ૩૩૦/- ની કિંમતની એક બોટલ સાથે ભુપતભાઇ પ્રાણજીવનભાઇ પંસારા (રહે. મોરબી વીસીપરા કુલીનગર ૧ ઇમામના પટમાં) નામના શખ્સની અટકાયત કરી છે.