મોરબી જિલ્લામાં પ્રસરતી જતી જુગારની બદીને અટકાવવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા એક બાદ એક રેઇડ કરી ઈસમોને પકડવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે વધુ બે સ્થળોએથી ત્રણ ઈસમોને જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, નવાપરા સામે સર્વિસ રોડ ઉપર એક ઈસમ ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આકડા લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી તથા રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી હનીફભાઈ યાકૃબભાઈ ભટ્ટી (રહે.વાંકાનેર સુઝુકી શો-રૂમની પાછળ તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સને વર્લી સાહીત્ય આકડા લખેલ કાગળ તથા બોલપેન સહીત કુલ રોકડા રૂા.૧૦,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પડ્યો છે. તથા તેની પાસે જાવીદભાઈ અબ્દુલકરીમભાઈ કૈડા (રહે.વાંકાનેર નવાપરા પંચાસરરોડ તા.વાંકાનેર જી.મોરબી) નામનો શખ્સ વર્લી ગ્રાહક બની ગયેલ હોય અને આંખાળાં લખાવતો મળી આવતા બંને ઈસમોની અટકાયત કરવામાં આવી છે.
બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે વીસીપરા અમરેલી રોડ ભવાનીનગર પાછળ ઇંટુના ભઠા પાસે રેઈડ કરી ચંદુભાઇ બચુભાઇ અગેચણીયા (રહે.મોરબી વીસીપરા અમરેલી રોડ ભવાનીનગર) નામના શખ્સને જાહેરમાં ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો જુગાર રમી/રમતા પકડી પાડ્યો છે. અને આરોપી પાસેથી કુલ રોકડા રૂપીયા-૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.