Wednesday, November 20, 2024
HomeGujaratABVP મોરબી શાખા દ્વારા મોરબી નગરની કારોબારીની રચના કરાઈ

ABVP મોરબી શાખા દ્વારા મોરબી નગરની કારોબારીની રચના કરાઈ

આઝાદી બાદ એક મજબૂત રાષ્ટ્ર નિર્માણ અને ભારતીય સંસ્કૃતિને બચાવવા અને તેને આગળ લઈ જવા માટે સમગ્ર દેશે વિકસિત અને મોડર્ન દેશનું સપનું સાથે રાખી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવાઓની સમુચિત ભાગીદારી માટે 9 જુલાઈ 1949ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે ABVP મોરબી શાખા દ્વારા 9 જુલાઈ વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અંતર્ગત ઓમશાંતિ વિદ્યાલય ખાતે મોરબી નગરની કારોબારીની રચના કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ABVP મોરબી શાખાનાં જણાવ્યા અનુસાર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે. ABVP મોરબી શાખા દ્વારા 9 જુલાઈ વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અંતર્ગત ઓમશાંતિ વિદ્યાલય ખાતે મોરબી નગરની કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં નગર અધ્યક્ષ તરીકે મનહરભાઈ શુદ્વા, નગર મંત્રી તરીકે રાજદિપસિંહ જાડેજા, નગર ઉપાધ્યક્ષ તરીકે મુકતાબેન સોલંકી, નગર ઉપાધ્યક્ષ તરીકે શિલ્પાબેન પનારા, નગર સહ મંત્રી તરીકે કર્મભાઈ કા સુન્દ્રા, નગર સહ મંત્રી તરીકે મયુરભાઈ રાઠોડ તથા નગર સહ મંત્રી તરીકે દિક્ષિતાબેન ધામેચાની વરણી કરવામાં આવી હતી. જયારે નગર કાર્યાલય મંત્રી તરીકે હર્ષિતરાજસિંહ ઝાલા, શોસયલ મિડિયા સંયોજક તરીકે ધેર્યભાઈ દવે, સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ સંયોજક તરીકે વિશ્વરાજસિંહ ઝાલા, સ્ટુડન્ટ ફોર સેવા સંયોજક તરીકે કુલદીપસિંહ ઝાલા, નગર કોષાધ્યક્ષ તરીકે જશવંતભાઈ મીરાણી, સંયોજક તરીકે લક્ષિતભાઈ ડોડીયા, સ્પોર્ટ્સ સંયોજક તરીકે મેત્રીકભાઈ જોષીને નીમવામાં આવ્યા હતા. તેમજ કારોબારી સદસ્ય તરીકે અભયભાઈ અગવત, સંકેતભાઈ મકવાણા, જેમિસભાઈ લાલવાણી, આર્યનભાઈ વધાડિયા, તાનિયાબેન, પ્રાચિબેન નિમાવત, વંશિકાબેન શેરસીયા, રેનસીબેન લિખીયા, ભકિતબેન રાણપરા, ટીશા મેજડિયા તથા ઉનનતિબેન ઝાલાને નીમવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશસહ મંત્રી રિદ્ધિબેન રામાનુજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!