છેલ્લા ઘણા સમયથી દરરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે વાંકાનેર પોલીસે બે સ્થળોએ રેઈડ કરી જુગાર રમતા કુલ છ ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. અને તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
પ્રથમ દરોડામાં, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર અમરસિંહજી હાઇસ્કુલની સામે નદીના કાઠા પાસે બે ઈસમો ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી સલીમભાઇ દાઉદભાઇ વડગામા (રહે.વાંકાનેર રાજકોટ રોડ પચ્ચીસવારીયા તા.વાંકાનેર જી.મોરબી) તથા કાસમભાઇ સલીમભાઇ બશેર (રહે.વાંકાનેર સીટીસ્ટેશન રોડ પાણીના પરબની બાજુમાં તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીનાં આધારે રાજગઢ ગામના રામજી મંદીરની સામેની શેરીમાં રેઈડ કરી જાહેરમાં ગોળ કુંડાળું વળી ગંજીપતાના પાના તથા પૈસા વતિ તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા જયસુખભાઇ છેલાભાઇ દંતેસરીયા (રહે.રાજગઢ તા.વાંકાનેર જી.મોરબી), મુન્નાભાઇ કેશુભાઇ ચૌહાણ (રહે હાલ-રાજગઢ તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-રાજકોટ,મોરબી રોડ,બેડીપરા જી.રાજકોટ), ધનજીભાઇ ઉર્ફે હકુભાઇ S/O જેરામભાઇ અઘેરા (રહે.રાજગઢ તા.વાંકાનેર જી.મોરબી) તથા અશોકભાઇ લધુભાઇ કુકાવા 9રહે.રાજગઢ તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને પકડી તેમની પાસેથી રોકડા રૂપીયા-૧૧,૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.