Monday, November 18, 2024
HomeGujaratભુજનાં માધાપર હાઇવે પર ડ્રગ્સની ડીલીવરી કરવા આવેલા ડ્રગ્સ માફિયાઓને દિલધડક ઓપરેશન...

ભુજનાં માધાપર હાઇવે પર ડ્રગ્સની ડીલીવરી કરવા આવેલા ડ્રગ્સ માફિયાઓને દિલધડક ઓપરેશન હાથ ધરી પોલીસે ઝડપી પાડયા

ભુજના માધાપર પાસે આવેલા નળ વાળા સર્કલ પાસે પશ્ચિમ કચ્છ SOG અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં કારમાં ડ્રગ્સ નો જથ્થો લઈને ભાગવાનો પ્રયત્ન કરી રહેલા 5 લોકોને ઝડપવા માટે ફાયરિંગ કરવી પડી હતી અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા બાદ પોલીસે તમામ પંજાબના રહેવાસી પાંચેય આરોપીને ઝડપી પાડયા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

કચ્છના માધાપર નજીક ફાયરિંગની ઘટના બની છે. ભુજ SOG પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સુત્રોમાંથી માહિતી અનુસાર, ભુજ-માધાપર હાઇવે પર બુધવારે ઢળતી સાંજે દિલ્હી પાસિંગની બ્રેઝા કારમાં ડ્રગ્સની ડીલીવરી કરવા કેટલાક શખ્સો આવી રહ્યા હોવાની બાતમી પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમને મળી હતી. જેને લઈ એસઓજી અને એલસીબીની ટીમોએ વોચ ગોઠવી અને કાર માધાપર હાઈવે ઉપર નળવાળા સર્કલ પાસેથી પસાર થઈ હતી. ત્યારે તેઓને પોલીસ વોચમાં હોવાનું જણાઈ આવતાં ડ્રગ્સ માફિયાઓએ કારને પુરઝડપે દોડાવી દીધી હતી. પરંતુ કાર ચાલક નાસતા પોલીસે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી કારના ટાયરમાં પંકચર પાડતા કાર રોકાઈ ગઈ હતી. જેને પગલે પાછળ આવતી પોલીસે ત્રણ શખ્સો સાથે કારને ઝડપી લીધી હતી. જ્યારે બે શખ્સો નાસી છૂટ્યા હતા. જોકે, પોલીસે તરત જ તેમને પકડી લીધા હતા. આ બનાવને પગલે હાઈ વે ઉપર દોડધામ મચી હતી અને થોડીવારમાં અન્ય પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. કારમાંથી પોલીસે ૩૦૦ ગ્રામ જેટલું ડ્રગ્સ કબજે કર્યું હતું. જો કે, નશાકારક દ્રવ્યનો આ જથ્થો  એમ.ડી. ડ્રગ્સ છે, હેરોઈન છે કે ચરસનો જથૃથો છે? તે તો એફ.એસ.એલ.ની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ગુજરાતમાં પહેલી વખત જ ડ્રગ્સ પકડવા માટે પોલીસે ફાયરીંગ કર્યાની અને પંજાબાથી ડ્રગ્સનો જથૃથો લઈને આવ્યાંની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, બાતમીના આાધારે એસ.ઓ.જી. અને એલ.સી.બી.ની ચાર ટીમોએ સફળ ઓપરેશન કર્યું છે. ડ્રગ્સની ડીલીવરી કરવા આવેલા લોકોની કાર પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. જેમાં પાંચ લોકોને ઝડપી લીધા છે. તેમના પાસેથી ૩૦૦થી ૩૫૦ ગ્રામ જેટલું ડ્રગ્સ કબજે કરાયું છે. નોંધપાત્ર બાબત એ છે કે, ગુજરાતમાં સ્થાનિક કક્ષાએ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારનું શુદ્ધ ડ્રગ્સ હોવાનું ઉચ્ચ પોલીસ સૂત્રો કહી રહ્યાં છે. મોડી રાતે કે વહેલી સવારે વિાધીવત ફરિયાદ નોંધાયા બાદ ફાયરિંગ કરીને પજાબ – દિલ્હીથી ગુજરાતમાં ડ્રગ્સના વાયા કચ્છ નેટવર્કના અનેક તથ્યો સ્પષ્ટ થઈ શકશે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!