ગઈકાલે મોરબી સબ જેલ ખાતે આગના બનાવ બને ત્યારે મદદરુપ થવા માટે મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તકેદારી રાખવી તેના વિશે માર્ગદર્શન આપવામાં આવેલ તથા ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે પણ પ્રેક્ટીકલ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે તા.૧3/૦૭/૨૦૨૩ ના રોજ મોરબી સબ જેલ ખાતે આગના બનાવ બને ત્યારે મદદરુપ થવા માટે મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જેલમા જેલ સ્ટાફ તથા કેદીઓને અગ્નિશામન તથા અકસ્માત સમયે આગ કઇ રીતે બુજાવવી તેમજ આગ બુજાવતા સમયે કઇ કઇ બાબતે તકેદારી રાખવી તેના વિશે માર્ગદર્શન આપવામાં આવેલ તથા ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે પણ પ્રેક્ટીકલ કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગ મોરબીના સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તથા ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા મોરબી સબ જેલના સ્ટાફ તથા કેદીઓ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. જે કાર્યક્રમમા મોરબી જેલ અધિક્ષક ડિ.એમ.ગોહેલ તથા જેલના કર્મચારીઓ અને જેલમાં રહેલા બંદિવાનો ઉપસ્થિત રહ્યા હતા.