મોરબીનાં ઝીઝુડા ગામે વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. જેમાં ચાર ઈસમોએ “નવલખી બંદર ખાતે અમારા કોન્ટ્રાકટમા કેમ ક્રેઇન ચાલવવા આવતા નથી અને બીજાના કોન્ટ્રાકટમા કેમ ક્રેઇન ચલાવવા જાવ છો” તેમ કહી બે ભાઈઓ પર હુમલો કર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં ઝીઝુડા ગામે રહેતા જાવેદબાપુ, સાદીકબાપુ, બચુબાપુ અને અજરૂદીનબાપુ નામના ઈસમોએ ઝીઝુડા સ્કુલની બાજુમા મેઇન બજારમાં રહેતા ઇમરાનભાઇ નુરમામદભાઇ નોબેના રહેણાક મકાન પાસે જઈ ઇમરાનભાઇ તથા તેના નાના ભાઇ અકરમ સાથે નવલખી બંદર ખાતે તેમના ચાલતા કોન્ટ્રાકટમા કેમ ક્રેઇન ચાલવવા આવતા નથી અને બીજાના કોન્ટ્રાકટમા કેમ ક્રેઇન ચલાવવા જાવ છો તેમ કહેતા ઇમરાનભાઇ તથા અકરમએ જયા રોકડો પગાર આપે ત્યા ડ્રાઇવીંગ કરવા જવાનુ કહેતા આ કામના ચારેય આરોપીઓ એકદમ ઉશકેરાઇ જઇ ઇમરાનભાઇ તથા અકરમને ભુડાબોલી ગાળો આપતા ઇમરાનભાઇ તથા અકરમે ગાળો આપવાની ના પાડતા બોલાચાલી ઝઘડો કરી બંને જાવેદબાપુ તથા સાદીકબાપુએ લોખડના પાઇપ વડે તથા બચુબાપુ તથા અજરૂદીનબાપુએ ઢીકાપાટુ વડે મુઢમાર મારી ઇમરાનભાઇ તથા અકરમને પગમા તથા શરીરે મુઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.