વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ નુ નામ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ મોરબી જિલ્લા ભાજપ તેમજ વાંકાનેર વાસીઓ અને ક્ષત્રિય સમાજમાં ખુશી ની લહેર છવાઈ હતી.જેને પગલે આજે વાંકાનેરમાં ભવ્ય વિજય સરઘસ અને ભવ્ય જાહેર સભા યોજાઈ હતી.જોકે આ આખા કાર્યક્રમમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.
રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ પ્રથમ વખત વાંકાનેર ખાતે આવ્યા હતા.જ્યા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કરવા આવ્યું હતું.તેમજ ક્ષત્રિય સમાજ અને વાંકાનેર શહેર અને તાલુકામાં વસતા તમામ સમાજના લોકો પોતાના રાજવી ને મળેલ તક ની ખુશી પોતાના રાજવી સાથે વહેંચવા મામંગતા હોય તેમ મોટી સંખ્યામાં વાંકાનેર પંથકના લોકો આ વિજય સરઘસ માં જોડાયા હતા અને બેન્ડ વાજા સાથે નીકળેલ આ વિજય સરઘસમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા,પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા,જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા થોડી સમય હાજરી આપી હતી અને વાંકાનેર કુવાડવા ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની વિજય સરઘસ તેમજ જાહેર સભામાં ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.
આ વિજય સરઘસ ને અંતે વાંકાનેર ના મુખ્ય ચોક માં જાહેર સભા યોજવામાં આવી હતી અને સાંસદ ઉમેદવાર કેસરીદેવસિંહ એ જનતાના કામો કરવા માટે વચન આપ્યું હતું.