મોરબીમાં પરિણીતાને તેના સાસરિયાઓ અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ નાની-નાની બાબતોમા કરીયાવર ઓછો લાવી છો તેમ કહી મેણાટોણા મારી કરિયાવર વધુ લઇ આવવા માટે દબાણ કરતા સમગ્ર મામલે પરિણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં ભવાની ચોક મદીના મસ્જીદ પાસે રહેતી રૂકૈયાબેન આરીફભાઇ ચાનીયાને તેના પતિ આરીફભાઇ સલીમભાઇ ચાનીયા, સસરા – સલીમભાઇ ઇસાભાઇ ચાનીયા, સાસુ – શકીનાબેન સલીમભાઇ ચાનીયા, નણંદ – નફીશાબેન સલીમભાઇ ચાનીયા, નણંદ – ફિરદોશબેન સલીમભાઇ ચાનીયા (રહે- ન.૧ થી ૪ નવા પીપળીયા તા.જી. મોરબી રહે ન.૫ રૈયાચોકડી કીડવાયનગર રાજકોટ) ઘરકામ બાબતે ખોટા બહાના કાઢી દુ:ખ ત્રાસ આપી ભુડા બોલી ગાળો આપી કરિયાવર વધુ લઇ આવવા માટે દબાણ કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોય જેથી સમગ્ર મામલે પરિણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.