વાંકાનેરનાં મહીકા ગામે બાંધકામ કોન્ટ્રાક્ટરના ચેક રીટર્નના કેસનો જુનો ખાર રાખી કોન્ટ્રાક્ટરને જાતી પ્રત્યે હડધુત કરી બે ઈસમોએ ઢોર માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં મહીકા ગામે રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટર વિજયભાઇ શીવાભાઇ ચાવડાને યાકુબભાઇ મહમદભાઇ બાદી તથા ઉસ્માનભાઇ મહમદભાઇ બાદી (રહે.બન્ને મહીકા તા.વાંકાનેર જી.મોરબી) સાથે ચેક રીટર્નના કેસ બાબતે જુનો ખાર રાખી કોન્ટ્રાક્ટરને પોતાની જાતી પ્રત્યે હડધુત કરી, યાકુબભાઇ મહમદભાઇ બાદીએ હાથમાં પહેરેલ પંચ પહેરી ફરિયાદીને બન્ને પગ તથા હાથ તેમજ છાતી ઉપર મુંઢ ઇજા કરી ઉસ્માનભાઇ મહમદભાઇ બાદીએ ફરિયાદીને પકડી રાખી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.