મોરબી લુખ્ખા તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક ઈસમે પરણિત મહિલા વિશે શાબ્દિક ટિપ્પણી કરી છેડતી કરી બાદમાં પરણિતાના ઘર પાસે પોતાની પત્ની સાથે જઈ પરણિતાનાં પરિવાર પર હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, જુના મકનસર ગામે આવેલ ધર્મમંગલમ સોસાયટી માં રહેતા મહિલા ને બેરા નામના ઈસમે શાબ્દીક અપમાનીત ટીપ્પણી કરી નિર્લજ હુમલો છેડતી કરતા પરણિતાએ ‘‘તારે માં બહેન દીકરી નથી?” નુ કહેતા આ બાબતનો ખાર રાખી બેરા તથા તેના પત્ની (રહે.મકનસર તા.જી.મોરબી)એ મોટરસાઇકલ લઇ ફરીયાદીના ઘર પાસે જઇ ફરિયાદી કાન્તીભાઈ હીરાભાઈ ચાવડા તથા તેના પત્ની ગાયત્રીબેનને ભુંડાબોલી ગાળો દઇ બેલાએ ફરિયાદીને ડાબા હાથના કાંડાથી ઉપરના ભાગે લાકડાના ધોકાના ઘા મારી ફેકચરની ઇજા, ગાયત્રીબેનને જમણા હાથની કોણી પાસે, તેઓના દિકરા આર્યનને ડાબા પગના ઢીંચણના ભાગે તથા દીકરા યશને ડાબા પગના સાથળના ભાગે લાકડાના ધોકા વડે મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવામાં આવી છે.