રોજગાર વિનિમય કચેરી, મોરબી દ્વારા ગુજરાતના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળો, પેરા મીલીટરી ફોર્સીસ તથા પોલીસ ફોર્સમાં વધુમાં વધુ પ્રમાણમાં ઉમેદવારો જોડાય તે હેતુથી આવા ઉમેદવારો(ફક્ત પુરૂષ ઉમેદવારો)ને ભરતી પૂર્વે શારીરિક ક્ષમતા માટેની નિવાસી તાલીમ (રહેવા જમવાની સગવડની સાથે) માટે ૩૦ દિવસના તાલીમ વર્ગનું આયોજન રોજગાર વિનિમય કચેરી દ્વારા કરવામાં આવનાર છે.
એપ્રિલ-૨૦૨૩માં યોજાયેલ આર્મી અગ્નિવીરની લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે. જે માટે અગ્નિવીરની લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોએ પોતાના એડમીટ કાર્ડની નકલ જમા કરાવવાની રહેશે.
જેમા ઉંમર-૧૭ ૧/૨ થી ૨૩ વર્ષ, અભ્યાસ ધો.૧૨ પાસ, ઉંચાઇ ૧૬૮ સે.મી કે તેથી વધુ વજન-૫૦ કિ.ગ્રા કે તેથી વધુ, છાતી ૭૭ સે.સી (ફુલાવ્યા વગર) અને ૮૨ સે.મી.ફુલાવીને) તેમજ તબીબી રીતે ફીટ ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રો સાથે તા.૩૧/૦૭/૨૦૨૩ સુધીમાં (રજા સિવાયના દિવસો દરમિયાન) ૧૧:૦૦ થી ૫:૦૦ સુધીમાં રોજગાર વિનિમય કચેરીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે. આ અગાઉ આ કચેરી દ્વારા આયોજીત નિવાસી તાલીમમાં ભાગ લીધેલ હોય તે ઉમેદવાર પ્રવેશપાત્ર રહેશે નહી. વધુ માહિતી માટે રોજગાર વિનિમય કચેરીના હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી મનિષા સાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.