Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં ૧૨ લાખ એડવાન્સ લઈ ફ્લેટનો દસ્તાવેજ ન કરતા બિલ્ડરને વ્યાજ સહિત...

મોરબીમાં ૧૨ લાખ એડવાન્સ લઈ ફ્લેટનો દસ્તાવેજ ન કરતા બિલ્ડરને વ્યાજ સહિત પૂરી ચૂકવવા ગ્રાહક સુરક્ષા કોર્ટનો આદેશ

મોરબીના બિલ્ડર ચંદુભાઇ કાલરીયાએ રાજેશ થોભણભાઇ સનારીયા ને ફલેટના ૧૨ લાખ રૂપિયા ચૂકવી સાટાખત કરેલ પરંતુ બિલ્ડર રાજેશભાઈ એ ફ્લેટનો દસ્તાવેજ ન કરતા સમગ્ર મામલો ગ્રાહક અદાલતે પહોંચ્યો હતો.જ્યાં ગ્રાહક કોર્ટે બિલ્ડર રાજેશભાઇને રૂ.બાર લાખ નવ ટકાના વ્યાજ સાથે તેમજ પાંચ હજાર ખર્ચની ચુકવણી ગ્રાહક ચંદુભાઈ ને કરવાનો આદેશ આપ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના જણાવ્યા અનુસાર, મોરબીના રહીશ ચંદુભાઇ કાલરીયાએ રવાપર રોડ પર બનતા ફલેટ જે રાજેશ થોભણભાઈ સનારીયા બનાવતા હતા અને ગ્રાહક ચંદુભાઈ એ બિલ્ડર રાજેશભાઈ ને એડવાન્સ બાર લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને બદલામાં બિલ્ડરે દસ્તાવેજ કરી આપવાની બાહેધરી આપેલી હતી પરંતુ બિલ્ડર રાજેશભાઈ એ દસ્તાવેજ ના કરતાં ગ્રાહક ચંદુભાઇ કાલરીયાએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના દ્વારે પહોંચ્યા હતા.

જે કેસ ગ્રાહક અદાલત માં ચાલી જતાં બિલ્ડર રાજેશભાઇ સનારીયાને બાર લાખ તથા પાંચ હજાર ખર્ચના તા. ૧૯/૦૩/૨૦૨૧ થી નવ ટકાના વ્યાજથી ગ્રાહક ચંદુભાઈ ને ચુકવવા હુકમ કરેલ છે. રાજેશભાઇ ગ્રાહક અદાલતમાં હાજર નહી રહેતા એક તરફી હુકમ કરવામાં આવેલ છે. ગ્રાહકે પોતાના હકક અને હિત માટે લડવું જોઇએ મોરબી જિલ્લામાં બીલ્ડરો એન્ડવાન્સ પૈસા લઇને પછી દસ્તાવેજ કરતાં નથી. એવી ફરીયાદો ઉઠી છે ગ્રાહકે જાગૃત થવાની જરૂરત છે. મકાન ખરીદતા પહેલા તમામ કાગળો જોઇ લેવા અને બાંધકામની મંજુરી છે કે નહીં તે તપાસી લેવી જેથી ગ્રાહકને પાછળથી પસ્તાવુ ના પડે કોઇ પણ ગ્રાહકે અન્યાય થાય કે છેતરપીંડીનો ભોગ બને તો પ્રમુખ લાલજીભાઇ મહેતા સંપર્ક કરવા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ની યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!