મોરબીમાં જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો અવારનવાર નોંધાતા હોય છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ રેઈડ કરી હતી. જેમાં એક સ્થળે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા પાંચ તથા બે સ્થળોએથી વર્લીફીસરનો જુગાર રમતા બે ઝડપાયા હતા.
પ્રથમ દરોડામાં, હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, દુર હળવદ ટાઉનમાં આવેલ મહર્ષિ સોસાયટી ખાતે નિલેશભાઈ રમણીકભાઈ ગોઠીના ફળીયામાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી નિલેશભાઈ રમણીકભાઈ ગોઠી ()રહે. કણબીપરા તા.હળવદ જી.મોરબી), પંકજભાઈ જગદીશભાઈ જોષી (રહે.શ્રીજી દર્શન સોસાયટી તા.હળવદ જી.મોરબી), જયેશભાઈ અમરતભાઈ રાઠોડ (રહે. મહર્ષિ ટાઉનશીપ હળવદ જી.મોરબી), કૌશીકભાઈ પ્રવિણભાઈ ગૌસ્વામી (રહે.સિધ્ધનાથ સોસાયટી હળવદ તા.હળવદ) તથા હિતુભા સામતસિંહ ઝાલા (રહે.પ્રમુખસ્વામી નગર સોસાયટી હળવદ તા.હળવદ જી.મોરબી) નામના શખ્સોને જુગાર રમતા પકડી પાડી રોકડા રૂ.૨૦,૨૦૦/-, રૂ.૨૫,૦૦૦/-ની કિંમતના પ મોબાઈલ ફોન તથા રૂ.૪૦,૦૦૦/-ની કિંમતના ૨ મોટરસાઇકલ મળી કુલ રૂ.૮૫,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજ દરોડામાં, હળવદ પોલીસની ટીમે બાતમીના આધારે ચરાડવા ગામના તળાવ પાસે બસ સ્ટેશનની પાછળ રેઈડ કરી જાહેરમાં ગેરકાયદેસર રીતે વર્લી ફીચરના આંકડા રમતા-રમાડતા જગદિશભાઇ ચતુરભાઇ માકાસણા (રહે. મસ્જીદ પાસે, ચરાડવા ગામ, તા.હળવદ જી.મોરબી) નામના શખ્સને પકડી પાડી તેની પાસેથી કુલ રોકડા રૂપિયા ૩,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને આરોપી વિરુદ્ધ જુ.ધા કલમ ૧૨(અ) મુજબ ગુન્હો નોંધી જેલ હવાલે કર્યો છે.
ત્રીજા બનાવમાં, માળીયા મી. પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે વવાણીયા ગામના તળાવની પાળ પાસે રેઈડ કરી સાદીકભાઇ દાઉદભાઇ ભટ્ટી (રહે.વવાણીયા તા.માળીયા મી. જી.મોરબી) નામના શખ્સને જાહેરમાં બોલપેન તથા ડાયરી વડે પૈસાની હારજીતનો વર્લીફીસરનો જુગાર રમતા-રમાડતા પકડી પાડી તેની પાસેથી રૂ.૬૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.