પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝએ તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ઝુંબેસ રાખવામાં આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટાઇલ્સ ચીટીંગના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. પી.આઈ. એમ.પી.પંડ્યાના માર્ગ દર્શન હેઠળ નાસતા ફરતા આરોપીને પકડી પાડવાની કામગીરી કરવા એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન તેઓને હકીકત મળેલ કે, મોરબી તાલુકામાં સેલ્વી સીરામીકમાંથી રૂ. ૨,૪૬,૩૭૦/- ની ટાઇલ્સની ૨૬૬૫ પેટી ખોટા ટ્રક નંબર તથા ખોટી બિલ્ટી બનાવી ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મુદ્દામાલ ઓળવી જવાના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ગણેશ ઉર્ફે ઠાકરો શીવજી રાજપુરોહિત (રહે.ડીસા મીથકાતલા તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન) હાલે પાટણનાં અજુજા ગામે છે. જે હકીકત વાળા સ્થળે જઇ વોચ કરતા હકીકત વાળો નાસતો ફરતો મજકુર ઇસમ મળી આવતા ગઈકાલે તેને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.