મોરબીમાં જુગારની બદી ફૂલીફાલી હોવાની બૂમરેણ મચતા રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત કામ કરતા દરમિયાન હળવદ પોલીસે ચરાડવા ગામેથી જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેન્ડ પાસે એક ઈસમ જાહેરમાં આંક ફરકનો વર્લી ફીચરના આંકડા રમી/રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી દીપસંગભાઈ લાખાભાઈ ચિત્રા (રહે.ચરાડવા સ્વામીનારાયણ મંદીર પાસે તા.હળવદ જી.મોરબી) નામના શખ્સને વર્લી ફીચરના સાહીત્ય તથા રોકડ રૂ.૧૨૨૦/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.