ભારે વરસાદને કારણે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક વધુ ટ્રેનોના આવન જાવન પર અસર થતાં રેલવે દ્વારા બસો દોડાવીને મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોચાડ્યા
રાજકોટ ડિવિઝનના ઓખા-ભાટિયા સેક્શનમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. ભારે વરસાદના કારણે ભાટિયા-ઓખામઢી અને ઓખામડી-ગોરીંઝાનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો હતો, જેના કારણે રેલ વ્યવહારને અસર થઈ હતી. ટ્રેક રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે સતત ચાલી રહી છે. રેલવે દ્વારા ડિવિઝનના તમામ સ્ટેશનો પર મુસાફરોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. રેલ વાહન વ્યવહારને અસર થતાં ખંભાળિયાથી દ્વારકા અને ઓખા જવા માટેના મુસાફરો માટે વિભાગીય રેલવે વહીવટી તંત્ર દ્વારા 11 બસો મારફતે 655 મુસાફરોને સલામત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવ્યું છે. આ કામ હજુ પણ ચાલુ છે. સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. રાજકોટ ડીઆરએમ ઓફિસ ખાતે આવેલ કંટ્રોલ રૂમ એલર્ટ પર છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનોને સમયસર દોડાવવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પરિસ્થિતિને કારણે કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અથવા રિશેડ્યૂલ કરવામાં આવી રહી છે, જેની વિગતો નીચે મુજબ છે.
શોર્ટ ટર્મિનેટેડ (આંશિક રીતે રદ) ટ્રેનો:
1) 20.07.2023 ના રોજ વેરાવળથી ઉપડનારી ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ ને ખંભાળિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે. આમ આ ટ્રેન ખંભાળિયા – ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.
2) 20.07.2023 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ ને ખંભાળિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે. આમ આ ટ્રેન ખંભાળિયા – ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.
3) 21.07.2023 ની ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ ને ઓખા ની જગ્યાએ ખંભાળિયાથી રવાના કરવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-ખંભાળિયા વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.
4) 20.07.2023 ના રોજ રાજકોટથી રવાના થયેલ ટ્રેન નંબર 09479 રાજકોટ-ઓખા સ્પેશિયલ ને કાનાલુસ સ્ટેશન ખાતે શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે ટૂંકી છે. આમ આ ટ્રેન કાનાલુસ – ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.
રીશેડ્યુલ કરેલ ટ્રેનો:
1) 21.07.2023 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસ ને ફરીથી રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી 21.07.2023ના રોજ 12.30 કલાકે એટલે કે 00.55 કલાકને બદલે 11 કલાક અને 35 મિનિટ મોડી ઉપડશે.
2) 21.07.2023 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ને રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી 21.07.2023ના રોજ તેના નિર્ધારિત સમય સવારે 10.00 કલાકે ના બદલે 3 કલાક અને 30 મિનિટ મોડી એટ્લે કે બપોરે 13.30 કલાકે ઉપડશે.
3) 21.07.2023 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નં. 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ ને રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી 21.07.2023ના રોજ નિર્ધારિત સમય સવારે 11.05ના ના બદલે 2 કલાક અને 55 મિનિટ મોડી એટ્લે કે બપોરે 14.00 કલાકે ઉપડશે.
4) 21.07.2023 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ને રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી 21.07.2023ના રોજ તેના નિર્ધારિત સમય સવારે 11.40 કલાકે ના બદલે 2 કલાક અને 50 મિનિટ મોડી એટ્લે કે બપોરે 14.30 કલાકે ઉપડશે.
વધુમાં મુસાફરોએ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે તેમ પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલકુમાર મીના દ્વારા જણાવવામાં આવ્યું છે.