રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવના સૂચન થી મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જરૂરી મંજૂરીઓ મેળવીને મોરબી જિલ્લા પોલીસમાં નવી શાખા IUCAW શરૂ કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લામાં મહિલાઓ વિરૂદ્ધ થતા ગુનાઓની તપાસ તાત્કાલિક થાય તે હેતુથી આ શાખા ની શરૂઆત કરવામાં આવી છે.
આ શાખા IUCAW (Investigative Units for Crime against Women) તરીકે ઓળખાતી આ શાખામાં લીવ રિઝર્વ માં રહેલા અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અટેચ તરીકે ફરજ બજાવતા પીઆઈ હારીત વ્યાસ ની નિમણુક કરવામાં આવી છે સાથે જ પીઆઈ હારીત વ્યાસ ને સાયબર અને ટેકનિકલ સેલ નો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે અને અત્યાર સુધી મોરબી એલસીબી પીઆઈ સાયબર અને ટેકનિકલ સેલ ના પીઆઈ તરીકે ચાર્જમાં હતા તેઓને આ ચાર્જ માંથી મુક્તિ આપવાની મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.