મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઇ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઇકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઈડ કરી કુલ 15 પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે, સોલંકીનગર ગામમા છેલ્લી શેરીમા માતાજીના મઢ પાસે રેઈડ કરી જાહેર રસ્તા ઉપર ગેર કાયદેસર રીતે ગંજીપતના પાના તથા પૈસા વડે પૈસાની હારજીતનો નશીબ આધારીત તીનપતી રોન પોલીસનો જુગાર રમતા પ્રતાપભાઇ વાલજીભાઇ લાલવાણી (રહે-સોલંકીનગર તા-જી-મોરબી), જેરામભાઇ બાબુભાઇ અખીયાણી (રહે-સોલંકીનગર તા-જી-મોરબી), તખુભાઇ પ્રતાપભાઇ લાલવાણી (રહે-સોલંકીનગર તા-જી-મોરબી), રમેશભાઇ બાબુભાઇ આડેસરા (રહે-સોલંકીનગર તા-જી-મોરબી), કિશોરભાઇ વિનોદભાઇ ધામેચા (રહે-સોલંકીનગર તા-જી-મોરબી), ભરતભાઇ પ્રતાપભાઇ લાલવાણી (રહે-સોલંકીનગર તા-જી-મોરબી), ઉમેદભાઇ જીવરાજભાઇ આડેસરા (રહે-સોલંકીનગર તા-જી-મોરબી), રમેશભાઇ પ્રતાપભાઇ લાલવાણી (રહે-સોલંકીનગર તા-જી-મોરબી) તથા જીવરાજભાઇ બાબુભાઇ આડેસરા (રહે-સોલંકીનગર તા-જી-મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા-૬૬૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના જુના રાયસંગપુર ગામે જુના ઝાપા પાસે આવેલ ચરમારીયા દાદાની દેરી પાસે અમુક ઈસમો જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજી પતાના પના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી કાળુભાઇ બાબુભાઇ ગેડાણી (રહે.જુના રાયસંગપુર તા.હળવદ જી.મોરબી), ભરતભાઇ વિઠલભાઇ ડાભી (રહે.જુના રાયસંગપુર તા.હળવદ જી.મોરબી), દિલીપભાઇ લાભુભાઇ ડાભી (રહે.જુના રાયસંગપુર તા.હળવદ જી.મોરબી), નવઘણભાઇ ચતુરભાઇ ગેડાણી (રહે.જુના રાયસંગપુર તા.હળવદ જી.મોરબી), મુનાભાઇ ઘોઘાભાઇ ડાભી (રહે.જુના રાયસંગપુર તા.હળવદ જી.મોરબી) તથા મનસુખભાઇ થોભણભાઇ ડાભી (રહે. જુના રાયસંગપુર તા.હળવદ જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂ.૬,૨૭૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.