મોરબીમાં આપઘાત અને અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં ત્રણ અકાળે મોતના બનાવો નોંધાયા છે. જેને લઈ ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રથમ બનાવમાં, મહારાષ્ટ્રનાં માનેકદૌંડી ગામે રહેતા વિકાસભાઇ સુરેશભાઇ તોડકર નામના યુવકને ગત તા-૦૩/૦૭/૨૦૨૨૩ના ઇકોલક્સ સીરામીક કારખાનાના લોડીગ પોઇન્ટ પર ટ્રકમા કોઇ કારણસર પડી જતા તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને તે બાદ મહારાષ્ટ્રના પુના શહેરની સસુન સરકારી હોસ્પીટલમા સારવારમા લઇ જવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમ્યાન તેનું ગત તા-૦૬/૦૭/૨૦૨૩ના મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.
બીજા બનાવમાં, મોરબીના મફતીયાપરા વિધૃતનગર ખાતે રહેતો રણજીતભાઇ ભરતભાઇ ડાભી નામનો યુવક વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ રોલ્ટા સિરામિક ફેકટરીના શેડ ઉપરથી પડી જતા ભાથાના ભાગે ગંભીર ઇજા થતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઇ યુવકને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.
ત્રીજા બનાવમાં, ટંકારાના હિરાપર ગામે આવેલ એડીકા કારખાનામા રહેતા મંજુબેન ભેરૂરામ ગણાવા નામના પરણિતાએ ગત તા-૨૦/૦૭/૨૩ ના રોજ રાતના સવા દશેક વાગ્યાના અરસામા કોઇ અગમ્ય કમરણો સર પોતાની જાતે હિરાપર ગામે એડીકા ઇન્ડસ્ટ્રીઝ કારખાનાની ઓરડીમા લોખંડના પાઇપ સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાસો ખાઇ લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના(પ્રાઇવેટ) હોસ્પીટલમા ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.