મોરબી જીલ્લાના ચાર તાલુકામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને જેમાં માળિયા તાલુકો પણ બાકાત નથી જેના કારણે નદી, નાળા, તળાવોમાં નવા નીરની આવક થઇ હતી. ત્યારે આજ રોજ માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામના તળાવમાં સરપંચ, ઉપસરપંચ તથા ગ્રામજનોની હાજરીમાં નવા નીરના પારંપરિક રીતે વધામણાં કરવામાં આવ્યા હતા.
માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામના તળાવમાં આવેલ નવા નીરના પારંપરિક રીતે વધામણાં કરવામાં આવ્યા હતા. જેમાં ગામના પાદરમાં ગામની મહિલાઓ દ્વારા ઢોલના તાલે રાસ ગરબા રમી વધામણાં કરવામાં આવ્યા હતા. આ તકે સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવા, ઉપસરપંચ હિતેષભાઇ વિરમગામા તથા સમસ્ત સરવડ ના ગ્રામજનોએ મળી તળાવનુ પૂજન કર્યું હતું અને વર્ષોથી ચાલતી આવતી પ્રથા આ વર્ષે પણ જળવાયેલી રહી હતી.