Monday, November 18, 2024
HomeGujaratમોરબી નગર પાલિકાની તિજોરી ખાલી કરનાર વિરૂદ્ધ પગલાં લેવાને બદલે બદલે પ્રજા...

મોરબી નગર પાલિકાની તિજોરી ખાલી કરનાર વિરૂદ્ધ પગલાં લેવાને બદલે બદલે પ્રજા પાસે સહકાર માંગતા ધારાસભ્ય શરમ કરો:મહેશ રાજ્યગુરુ

મોરબીના ધારાસભ્ય ને શરમ આવી જોઈએ નગરપાલિકાની નુ સ્વ ભંડોળ તમારા પક્ષ ના ચૂંટાયેલ સદસ્યો એ વાપરી નાખ્યું અને સહકાર પ્રજા પાસે માંગો છો?: કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરુનો સણસણતો સવાલ

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી મહેશ રાજ્યગુરૂ એ જણાવ્યું હતું કે મોરબી શહેર ની પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવામાં સાવ નિષ્ફળ ગયેલ ભાજપ શાસિત નગરપાલિકા એ જતા જતા પાલિકા ની તેજોરી ખાલી ખમ કરી નાખી છે તે વાત મોરબીના ધારાસભ્યો જાહેરમાં કહે છે.

મોરબી શહેરને નર્કાગાર બનાવનાર નગરપાલિકા પ્રજા ને સુવિધા ના આપવી પડે તે માટે નત નવા ગતકડાં બનાવે છે.પાલિકા પાસે પગાર ચૂકવા પેસા નથી તો ગેરકાયદેસર રીતે ભાજપ ના શાસનમાં ભરાયેલ ભાજપ વિચારધારા ના રોજમદાર કર્મચારી ને છૂટા કરવા માં આવે અને નગરપાલિકા ના પૂર્વ મહિલા પ્રમુખે કે.કે.પરમારે ગેરકાયદેસર રીતે કલમ ૪૫ડી મુજબ કરેલ ખર્ચ ને તેમની પાસે થી વસુલાત કરી પાલિકામાં પેસા જમાં કરાવવાનું કામ પહેલા કરો.

આમ મોરબી ની પ્રજા તો નિયમિત વેરા ની રકમ ભરે છે પણ તમારા ભાજપ પક્ષ ની નગર પાલિકા બની ત્યાર થી પ્રજા ના ટેક્ષ ના રૂપિયા પણ પગ કરી ગય છે.મોરબીના ધારાસભ્ય ને જરા પણ શરમ કે નૈતિકતા હોય તો પોતે જાહેર માં બોલેલ કે નગરપાલિકા માં કરેલ ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે તેવી વાતો જગ જાહેર કરેલ છે ત્યારે હાલ નગરપાલિકાની તિજોરી જે ખાલી છે તે ભ્રષ્ટાચારીઓ પાસેથી વસુલ કરી ભરસો ખરા??

મોરબી ની પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવામાં આવે અને પાલિકા માં ભાજપ ના શાસનમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરાવવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!